ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 14 વખત ઉમેદવારોના લિસ્ટ જાહેર કર્યા છે ત્યારે ઉમેદવારોના નામમાં પાર્ટીએ ફેરફાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ એક ઉમેદવાર બદલ્યા છે. ખંભાત બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પહેલા ભરતસિંહ ચાવડાને જાહેર કર્યા હતા પરંતુ એકાએક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામને બદલી નાખ્યા છે.
ઉમેદવારોના નામ કરાયા બદલી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. એક મોકો કેજરીવાલની થીમ પર આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી હતી. 14મું લિસ્ટ જાહેર કરી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. નામો જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની બદલી કરી નાખી છે. ખંભાત બેઠક પરથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ હવે તેમની જગ્યાએ અરૂણ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ અગાઉ દહેગામથી યુવરાજસિંહ લડવાના હતા પરંતુ હવે તેમના સ્થાને સુહાગ પંચાલને ટિકિટ આપવામાં આવી છે.
                            
                            





.jpg)








