આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજા લડશે દહેગામથી ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-01 14:12:01

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતરી રહી છે. રણનીતિ સાથે એક બાદ એક પગલા લઈ આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું 8મું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આપે વધુ 22 ઉમેદવારનોના નામ જાહેર કર્યા છે. 


કોણ ક્યાંથી ઉતરશે ચૂંટણી મેદાનમાં

દહેગામ ખાતેથી યુવરાજસિંહ જાડેજા ઉમેદવારી નોંધાવાના છે. નારાણપુર ખાતેથી પંકજ પટેલ લડવાના છે. રાજુલાથી ભરતભાઈ બલવાનીયા ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ધરમપૂરથી કમલેશ પટેલ ઉમેદવારી નોંધાવાના છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે