આમ આદમી પાર્ટીમાં પડી શકે છે ભંગાણ!!! વિસાવદરથી વિજેતા બનેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે


  • Published By :
  • Published Date : 2022-12-11 14:47:23

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી હોવા છતાં ભાજપે 156 સીટો પર કબજો મેળવી લીધો છે. કોંગ્રેસે 17 સીટો મેળવી છે જ્યારે આપે 5 સીટો મેળવી છે. ત્યારે મળતી માહિતી મુજબ વિસાવાદરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરી શકે છે.   

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar


ભાજપના ઉમેદવારને હરાવી મેળવી હતી જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો મેળવી છે. ગાંધીનગર ખાતે આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ સમારોહમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવવાના છે. ત્યારે આમ આદમી પાર્ટીને એક બહુ મોટો ઝાટકો લાગ્યો છે. વિસાવદરથી વિજયી થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ શકે છે. બે વર્ષ પહેલા જ ભાજપનો છેડો ફાળી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ એવા અહેવાલ મળી રહ્યા છે કે તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ઘરવાપસી કરી શકે છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબરીયાને હરાવ્યા હતા. આ અંગે જ્યારે ભૂપત ભાયાણી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું કે આ વાતો માત્ર અફવા છે. આ અંગે તેમણે નિર્ણય નથી લીધો. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે