વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજય પછી , ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જયારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે , ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . તો હવે આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસમાં ગાબડાં પાડવાની શરૂઆત કરી છે. ગયિકાલે વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયાનો કેશોદમાં સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે, ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામની હાજરીમાં , ત્રણ વખત નગરપાલિકાના પ્રમુખ રહેલ MD પાઘડારના પુત્ર પંકજ પાઘડાર ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . તેમજ , ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય નિલેશ અધેરા , વાલભાઈ ગઢવી અને કેશોદ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદ ડાંગર મોટી સંખ્યામાં સરપંચો , તાલુકા પંચાયતના સભ્યો અને પૂર્વ સરપંચો તથા અનેક સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તો તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મેહસાણા અને અમદાવાદના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આમ , હવે આમ આદમી પાર્ટી પોતાના સદસ્યતા અભિયાન અંતર્ગત પાર્ટીનો વ્યાપ આક્રમકતાથી વધારી રહી છે , ત્યારે BJP અને કોંગ્રેસમાં ગાબડાં પડી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જયારે ગુજરાત આવ્યા હતા, ત્યારે તેમણે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન શરુ કરાવડાવ્યું હતું . એ પછી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું હતું કે , કોંગ્રેસની ઉપર કોઈને ભરોસો નથી . કોંગ્રેસને વોટ આપ્યો તો જીતવાવાળો BJPમાં જતો રહેશે. લોકોએ મન બનાવી લીધું છે કે, પેહલા ૩૦ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું , તે પછી ૩૦ વર્ષ BJPએ રાજ કર્યું . હવે સમયનું ચક્ર ફરતા BJPના જવાનો સમય આવી ગયો છે. " ભારતમાં કોઈ પણ ચૂંટણીમાં જીત માટે જે તે રાજકીય પક્ષનું સંગઠન ખુબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ સંગઠન પણ બુથ સ્તર સુધીનું મજબૂત હોવું જોઈએ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૭ના અંતમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે. એ તો હવે આવનારો સમય બતાવશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી સફળતા મેળવી શકે છે ?