બીજા તબક્કાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-01 16:35:18

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું હતું. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો  માટે મતદાન યોજાયું હતું. ત્યારે બીજી સીટો માટેનું મતદાન થાય તે પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ હરભજન સિંહ જોડાયા હતા.

  

અરવિંદ કેજરીવાલ,ભગવંત માન, સાથે જોવા મળ્યા હરભજનસિંહ

સરસપુર ખાતેના રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ફી વીજળી બિલની વાત કરી હતી. ફ્રી વીજળીના મુદ્દા સહિત અનેક બીજા મુદ્દાઓને ઉઠાવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓને સંબોધન કરતી વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આ રોડ શો દરમિયાન પણ તેમણે ગુજરાતીમાં સંબોધન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલની સાથે રાઘવ ચઠ્ઠા પણ રોડ શોમાં હાજર રહ્યા હતા.

 

ભગવાને લોકો સક્ષમ વિકલ્પ મોક્લ્યો છે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. અત્યાર સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ વખતે ભગવાને સક્ષમ વિકલ્પ મોકલ્યો છે.  ઉપરવાળાએ પોતાનું ઝાડું ચલાવ્યું છે. ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યા પણ જાય છે ત્યારે એક જ નારો સંભળાય છે કે કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે. 


દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે 

હરભજન સિંહે કહ્યું કે ગુજરાતને શું જોઈએ. પરિવર્તન. આમ આદમી પાર્ટી નિશુલ્ક વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે ત્યારે ગુજરાતની જનતા કોને જીતાડે છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે