વિડીયો શેર કરી આમ આદમી પાર્ટીએ લખ્યું 'ये है चुनावों में BJP और Congress के ILU-ILU की कहानी', શું તમે જોયો આ વિડીયો?


  • Published By :
  • Published Date : 2022-11-12 17:48:33

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજ નવા-નવા વિડીયો સામે આવતા રહે છે જેને જોઈ લોકો વિચારવા મજબૂર થઈ જતા હોય છે અથવા તો હસવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે ટ્વિટર પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસ અને ભાજપ પ્રચાર માટે જે ગાડીનો ઉપયોગ કરતી હોય છે તે ગાડીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયોને ટ્વિટ કરી છે.

ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે - આપ

આખું ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. દરેક જગ્યાએ રાજકારણની વાતો જ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આની વાતો જ થાય છે. ત્યારે ચૂંટણી માહોલની વચ્ચે એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જે કોંગ્રેસ અને ભાજપનો છે. આ વિડીયો કોઈ રાજનેતાએ પાર્ટી પર કરેલા આક્ષેપોનો નથી પરંતુ આ વિડીયો છે પ્રચાર માટે ઉપયોગ કરાતા પ્રચાર વાનનો છે. વિડીયોમાં કોંગ્રેસની પ્રચાર વાન ભાજપની પ્રચાર વાનને ધક્કો મારી આગળ વધારી રહી છે. આ વિડીયોને લઈ આમ આદમી પાર્ટીએ રાજનીતિ કરી છે. વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ગુજરાતમાં ભાજપની અટકી ગયેલી ચૂનાવ ગાડીને બચાવવા કોંગ્રેસ પૂરજોશ લગાવી રહી છે. 


આપણે આપણું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે 

આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે દરેક વસ્તુને રાજનીતિની દ્રષ્ટીએ જોઈએ છીએ. આપણે દરેક વસ્તુને પાર્ટી સાથે જોડીને જોઈએ છીએ. આ પ્રચાર ગાડીમાં ભલે કોંગ્રેસ તેમજ ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ છેલ્લે ગાડી ચલાવનાર માણસો છે. કોંગ્રેસની પ્રચાર વાન ચલાવનાર ડ્રાઈવર ભાજપની પ્રચાર વાન ચલાવવનારને મદદ કરી રહ્યો છે. ગાડીના ચાલકને એનાથી કોઈ મતલબ નથી કે આ ગાડી ભાજપની છે કે કોંગ્રેસની છે.  આ જગ્યા પર આપણે માણસાઈને નથી જોઈ રહ્યા પરંતુ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને જોઈ રહ્યા છે. આપણે આપણા દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે