મુખ્યમંત્રીના ચહેરા સાથે આમ આદમી પાર્ટી કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર!!!


  • Published By :
  • Published Date : 2022-10-29 10:20:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં કોઈ કમી નથી છોડી રહી. ઉમેદવારોના નામો પણ આમ આદમી પાર્ટી તબક્કાવાર જાહેર કરી રહી છે ત્યારે એવું માનવામાં  આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. પંજાબની રણનીતિ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની ઘોષણા આપ કરશે. 

Gujarat assembly elections: Arvind Kejriwal to hold town hall meet in  Vadodara today | Mint

ચૂંટણી પહેલા સીએમનો ચહેરો કરશે ફાઈનલ

એક તરફ ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ તબક્કાવાર જાહેર કરી રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. આપ મુખ્યમંત્રીના પદના ચહેરા માટે કેમ્પેઈન ચલાવશે, જેમાં લોકો પાસેથી સૂચના માગવામાં આવશે.પંજાબની જેમ ગુજરાત માટે પણ આપ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામની પસંદગી કરી લેશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે