AAPએ ગુજરાત જીતવા કમરકસી !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:59:00

ચુંટણી નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપ ગુરત જીતવા એડીચોટીનો જોર લગાવી રહી છે ત્યારે એક બાદ એક નેતો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસના ગુજરાત ગુજરાતના પ્રવસે છે ત્યારે આવતીકાલે  ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આવતીકાલે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અને 1 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છ ખાતે એક જનસભા ને સંબોધિત કરશે. ત્યાર બાદ બીજા દિવસ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં એક મોટી જનસભાને  સંબોધિત કરશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે અને ગુજરાત ની રણનીતિની ચર્ચા કરવા અરવિંદ કેજરીવાલજી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.

 

જેમ જેમ ચુંટણી નજીક આવે છે એમ એમ રાજકારણ ગરમાતું જય છે ગુજરાત જીતવા જોર શોરથી રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. જ્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવસે આવે છે અને બીજેપી પણ પોતાનો ગઢ જીતવા પૂરી તૈયારીયો કરી રહી છે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે