AAP અને Congressના ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામું! ઋષિકેશ પટેલે રાજીનામાં અંગે આપી પ્રતિક્રિયા કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-19 13:36:02

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યોનું પક્ષ પલટો કરવાનું બજાર ફરી ગરમ થઈ ગયું છે. ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. ભાજપના ઋષિકેશ પટેલે કહ્યું કે અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે.


લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડશે ગાબડું!  

ફરીથી પક્ષપલટાની મોસમ શરૂ થઇ હોય તેવુ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આયા રામ-ગયા રામનો સિલસિલો હવે ફરી શરૂ થશે. લોકસભામાં જીતની હેટ્રીક માટે ભાજપનું ઓપરેશન 'કમલ' ફરી કામે લાગી ગયું છે. ગાંધીનગરના સૂત્રો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસમાં ફરી ગાબડા પડી શકે છે. AAP અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. 


અમે કોઈને આમંત્રણ નથી આપતા - ઋશિકેશ પટેલ 

કોંગ્રેસ તૂટવા અંગે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું રહ્યું નથી. કોંગ્રેસમાં રાજકારણ નહી રાજનીતિ ચાલે છે. આ તો ચાલતી પ્રોસેસ છે. બધા રાજ્યોમાંથી કોંગ્રેસે વિંટા વળ્યાં છે. ખરાબ નેતૃત્વના લીધે એવું થાય છે. અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે. આ બધા મોદી સાહેબને કોંગ્રેસના લોકો સમર્થન આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક ભાજપ જીતશે જ. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે. 


પાટણના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

AAP બાદ કોંગ્રેસના બે ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. તે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજે અથવા આવતી કાલે ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી શક્યતા છે. આ લિસ્ટમાં પહેલુ નામ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું સામે આવ્યું હતું તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નામ હાલ ચર્ચામાં છે


ઓપરેશન લોટસ કામે લાગ્યું!

લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સંભવિત 2 થી ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઓપરેશન લોટસ કામે લાગી ગયું છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.