AAP - Congressનું ગઠબંધન જાહેર, સમજો આખી ગણતરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-24 12:25:44

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે સીટો પર ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. એક છે ભરૂચ લોકસભા સીટ અને બીજી છે ભાવનગર લોકસભા સીટ. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે ઉમેશ મકવાણા. ગુજરાતની બે સીટો સિવાય કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે. 26 બેઠકોમાંથી 2 બેઠકો પર આપ ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે.

  


પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરાઈ? 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. સીટ શેરિંગને લઈ ડીલ બંને પાર્ટી વચ્ચે થઈ ગઈ છે. દિલ્હીમાં બંને પાર્ટી દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં આપ તરફથી આતિશી.સંદીપ પાઠક તેમજ સૌરભ ભરદ્વાજ હતા તો કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલી હતા. પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે દિલ્હીમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જ્યારે 3 સીટો પર કોંગ્રેસ લડશે. ચંદીગઢ તેમજ ગોવાની બંને સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે.  હરિયાણામાં 10 લોકસભા સીટો છે જેમાંથી 9 સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે આમ આદમી પાર્ટી કુરૂક્ષેત્ર પર ચૂંટણી લડશે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.