એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરો છો, બીજી બાજુ સ્ત્રીના ચરિત્ર પર કાદવ ઉછાળો છોઃ AAP કોર્પોરેટર પાયલ સાકરિયા


  • Published By :
  • Published Date : 2022-11-08 15:11:11

"ભાજપના સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના સોશિયલ મીડિયાના લોકો ખોટા ફોટો અને વીડિયો મારફતે મારા ચરીત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે". ભાજપના IT સેલના લોકો પર આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર પાયલ સાકરિયાએ સવાલો ઉઠાવ્યા બાદ રાજકારણ ગરમાયું છે....

 

એક બાજુ નારી સન્માન, બીજી બાજુ નારી અપમાનઃ પાયલ સાકરિયા

સુરતથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે 9 મીનિટનો વીડિયો પોસ્ટ કરીને સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના નામ સાથે આક્ષેપો કર્યા છે કે, "તેમના લોકો મારા જૂના ફોટો વાયરલ કરીને મને બદનામ કરવાનો પ્રયાસો કરી રહ્યા છે. પાયલ સાકરિયા પોતાની વ્યથા ઠાલવતા નજરે આવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે મને ખરીદી ના શક્યા માટે મારા ચરીત્ર પર સવાલો કરી રહ્યા છે અને મારી ઈજ્જત ઉછાળવાના પ્રયાસો કરી રહ્યા છે."


વીડિયો મારફતે પાયલ સાકરિયાએ શું આક્ષેપો કર્યા?

પાયલ સાકરિયા જણાવી રહ્યા છે કે, "હું આજથી દોઢ વર્ષ પહેલા આપમાં જોડાઈ હતી. મારા પર વિશ્વાસ મૂકીને આમ આદમી પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું. હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી ત્યારથી અત્યાર સુધીની તમામ વેદના તમારી સામે મૂકી રહી છું. ભાજપે આડકતરી રીતે મને ખરીદવાની ઘણી ટ્રાય કરી પણ હું માની નહીં. મારા પર ફોર્મ પાછું ખેંચવા માટે પણ દબાણ કરાયું હતું પણ હું અડગ રહી અને લડી. તે સમયે મને માગે એટલા રૂપિયા આપવાના પ્રયાસ કરાયા હતા. હું ઈમાનદાર છું, મારે બધી રીતે તોડવાની ટ્રાય કરી પણ હું વેંચાઈ નહીં માટે મારા ચરિત્ર પર સવાલો ઉઠાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."


મારા જૂના ફોટો મારફતે મને ખોટી રીતે બદનામ કરાઈઃ પાયલ સાકરિયા

"ફિલ્મ લાઈનની પહેલા હું કામગીરી કરતી હતી, તે ફોટો પર મને હેરાન કરવામાં આવી રહી છે. ડિરેક્ટર, એક્ટર, પાસે ભાજપના આઈટી સેલના લોકોએ મારા જૂના ફોટો માગ્યા હતા. ભાજપના લોકોએ મારા સંપર્કમાં રહેલા સારા લોકોને આપ છોડવા માટે મારી પાસે મોકલ્યા હતા. તમામે મને કહ્યું, પણ હું નથી માનતી. ચૂંટણી નજીક આવી છે એટલે આ લોકો એ હલકી માનસિકતાની હદ વટાવી દીધી છે. ભાજપના સીઆર પાટીલના ખાસ માણસો અને ફાકાફોજદારી કરતા હર્ષ સંઘવીના લોકો પોસ્ટ ફેરવી રહ્યા છે. મારા ચરિત્ર પર ઘાટા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છેભાજપના આઈટી સેલના લોકો જે સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સાથે સંપર્કમાં છે તે ગઈકાલથી મારા જૂના શૂટિંગનો ફોટો ફેરવી રહ્યા છે. તમામ ફોટો શેર કરીને હલકા શબ્દોના પ્રયોગ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. તેમાં લખાયું છે કે, વીડિયો માગવો નહીં, વીડિયો માગો તો હસવું નહીંઆ લોકો એવા હલકા છે જેમની પોતાની ભારતીય જનતા પાર્ટી સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે પણ કાર્યકર્તાઓ કંઈક અલગ જ કરી રહ્યા છે. આ લોકો ફોટો મારફતે એવું દર્શાવી રહ્યા છે કે આ પાયલ સાકરિયાનો ફોટો છે. હા આ મારો જ ફોટો છે. જે તે સમયે મેં જાતે આ ફોટો શેર કર્યો હતો. સમાજમાં મારું નામ ખરાબ થાય તેના માટે આ લોકો મને હેરાન કરી રહ્યા છે. મહિલાના સન્માન પર હાથ નાખે છે. આજે મારી જગ્યાએ સીઆર પાટીલની દિકરી હોત તો આવા લોકો જેલ ભેગા થઈ ગયા હોત."

મને ઘણું રખડાવ્યા બાદ અરજી લખી, પણ ફરિયાદ ના લીધીઃ પાયલ સાકરિયા

આ વીડિયોની અંદર પાયલ સાકરી કહી રહ્યા છે કે, આ લોકો સામે હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી ત્યારે સાયબર ક્રાઈમમાંથી મને કહેવાયું હતું કે તમારી ફરિયાદ અહીં ના લેવાય, તમારા વિસ્તારમાં ફરિયાદ લેવામાં આવશે. આથી હું મારા વિસ્તારમાં ગઈ ફરિયાદ લખાવવા તો ત્યાંથી મને સાયબર ક્રાઈમમાં મોકલવામાં આવી. અંતે ઘણા લોકોને રજૂઆત કર્યા બાદ મારી અરજી લખવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.