BJP પર AAPનો પલટવાર, કેતન ઈનામદારના રાજીનામા પર બોલ્યા Isudan Gadhvi, કહ્યું 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં... સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-19 14:13:32

હજી સુધી એવા સમાચાર સામે આવતા હતા કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. જે પાર્ટીમાં ઘણા વર્ષો સુધી રહ્યા હોય તેના વિશે બીજા પક્ષમાં જોડાયા પછી સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય છે. જે પાર્ટીની નીતિ પર પહેલા સવાલ ઉઠાવ્યા હતા તે જ  પાર્ટીમાં તે લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે સવારથી એક સમાચાર ચર્ચામાં છે કે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજીનામા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને આજે ભાજપના ધારાસભ્યએ રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કર્યું છે. સામાન્ય રીતે ભાજપમાં આવી ઘટનાઓ જોવા નથી મળતી પરંતુ આ વખતે જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આ મામલે ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. 


કેતન ઈનામદારે સાંભળ્યો અંતરનો અવાજ!

ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ. સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને તેના પાછળનું કારણ જણાવ્યું કે બહારથી આવતા લોકોને પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ કરતા વધુ માન આપવામાં આવે છે. 156 ધારાસભ્ય સાથે સરકાર બનાવ્યા છતાં પણ ભાજપે વિપક્ષને ખતમ કરવાની રાજનીતિ અપનાવી તે હવે ભાજપને જ ખતમ કરી રહી છે. મહત્વનું છે કે જ્યારે બીજા પક્ષ વાળા પોતાના પક્ષને છોડે છે ત્યારે અંતરાત્મા વિશે કહેતા હોય છે ત્યારે ભાજપના ધારાસભ્યએ પણ અંતરાત્માનો અવાજ સાંભળી આ પગલું લીધું. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.