Amreliમાં AAPના નેતા Kanti Satasiaના દિકરાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-14 11:59:06

ભાજપમાં ભડકાને લઈને અમરેલીની રાજનીતિ ગરમાઈ છે.. અમરેલી ચર્ચામાં છે.. ફરી એકવાર અમરેલી ચર્ચામાં આવ્યું છે... કારણ કે આમ આદમી પાર્ટીના નેતાના દિકરા સામે દુષ્કર્મની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે... છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવાયો છે... 

નેતાના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ 

અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ મુજબ, બગસરાની એક યુવતી સાથે આપ નેતાના પુત્રે અલગ અલગ જગ્યાએ અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસે આમ આદમી પાર્ટી નેતા, તેમના 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કોના વિરૂદ્ધ નોંધવામાં આવી ફરિયાદ? 

અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા બેઠકના વર્ષ 2022ના આમ આદમી પાર્ટી ઉમેદવાર કાંતિ સતાસિયાના  પુત્ર હરેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. આરોપ છે કે, બગસરાની એક યુવતી સાથે આપ નેતાના પુત્ર હરેશ સતાસિયાએ બગસરાના જાંજરિયા ગામ સહિત અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની સગાઈ તોડાવીને કારમાં લઈને છરીની અણીએ આપ નેતા પુત્રે દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદમાં બગસરા apmc ના પૂર્વ ચેરમેન અને આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયાએ  યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.


પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી

આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં AAP નેતા કાંતિ સતાસિયા તેમના 2 પુત્ર અને પુત્રવધૂ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અમરેલી જિલ્લામાં AAP નેતા અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.....



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે