AAPના નેતાના આક્ષેપ- પ્રતિઆક્ષેપ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 14:49:32

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો પુરજોરથી તૈયારીયો કરી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીના નેતા આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ કરતાં દેખાય છે ત્યારે સુરતમાં એક જાનસભામાં ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પેહલા ખુલ્લા મૂકેલા કાર્યાલયનું મકાન તોડવા કોર્પોરેશનની ટીમ બુલડોઝર લઈને પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે.

 

શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ?

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગઈકાલે રાઘવ ચઢ્ઢાના હસ્તે 160મી વિધાનસભાનું કાર્યાલય કતારગામ ખાતે અમે ખુલ્લું મૂક્યું અને બહુ મોટી સંખ્યામાં એક રેલી કાઢી, વાજતે ગાજતે કાર્યાલય ખોલ્યું, એક નાની એવી જનસભા કરી અને તે વિધાનસભા વિસ્તારમાંથી બહુ બધા લોકો આવ્યા. જે મકાનમાં ગઈકાલે રાઘવજીના હાથે ઓપનિંગ કર્યું તે મકાન તોડવા માટે કોર્પોરેશન અત્યારે ચાલુ સભાએ ત્યાં પહોંચી ગઈ છે.”

 

ગોપાલ ઇટાલિયાના આક્ષેપ !!!!

ગોપાલ ઇટાલિયાએ કહ્યું મકાન તો 50 વર્ષ જૂનું છે. અમે જ્યારે કાર્યાલય બનાવ્યું ત્યારે ભાજપવાળાને ખબર પડી કે તો હવે તોડવું પડે એમ છે. એટલે હવે આપણે બધાએ વિચારવાનું છે, મકાન તોડવું હોય તો તોડે, દિવાલ તોડવી હોય તો તોડે. આપણે ભેગા મળીને ભાજપનું અભિમાન તોડવાનું છે. ગઈકાલે કાર્યાલય ખોલ્યું આજે તોડવા આવી ગયા. કાલે કોઈને ઘર તોડી નાખશે, મકાન તોડી નાખશે. આટલી દાદાગીરી શા માટે?



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..