AAPના ધારાસભ્ય Chaitar Vasava વારંવાર કહી રહ્યા છે કે, જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-12 10:40:55

ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે. ચૈતર વસાવાની સાથે સાથે ભરૂચ લોકસભા સીટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. કોઈ વખત ચૈતર વસાવાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે તો કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે. ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી આ બેઠક વધારે ચર્ચામાં રહી છે. જેલમાં રહી ચૈતર વસાવા પોતાના સમર્થકો માટે સંદેશ મોકલતા હતા. ત્યારે હમણાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓની મૂલાકાત ચૈતર વસાવા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ.!

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી પહેલા બની હોટ સીટ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૈતર વસાવાને ઉતારવામાં આવશે. મતલબ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની તૈયરીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ સીટ પરથી અને આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે જેને લઈને ભરૂચ સીટ ગુજરાતમાં હોટ સીટ બની હોય તેવું લાગી રહ્યું છે.

જોવું રહ્યું કે જનતા કોને જીતની પાઘડી પહેરાવે છે...?

ચૂંટણી પહેલા જ આ સીટ રસપ્રદ બની છે કારણ કે આ સીટ પરથી હવે કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી કોને ટિકિટ મળે છે એ જોવાનું રહ્યું. ભાજપમાંથી મનસુખ વસાવાને આ વખતે ટિકિટ નહીં મળે એવું પણ ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ લોકસભા વિસ્તારની જનતા કોને માથે જીતની પાઘડી પહેરાવે છે. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક આ વખતની હોટ સીટ બની રહી છે. 

 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.