AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-11-21 18:14:05

ડેડિયાપાડાનાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પર મોટો ચુકાદો આવ્યો છે, કોર્ટે ચૈતર વસાવાને કોઈ રાહત આપ્યા નથી. ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નર્મદાની ડિસ્ટ્રીકટ કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


17 દિવસથી ભૂગર્ભમાં


ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા 17 દિવસ ઉપરાંતથી પોલીસની પકડથી દૂર છે. તેમણે આગોતરા જામીન મેળવવા માટે તેમણે નર્મદાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરી હતી પણ કોર્ટે સુનાવણી માટે 20મી નવેમ્બરની તારીખ આપી હતી. સોમવારે ડિસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી બાબતે સુનાવણી કરવામાં આવી હતી. આરોપી અને ફરીયાદ પક્ષની દલીલો સાંભળ્યાં બાદ જજે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે મંગળવારના રોજના ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટે ગુના માટે વપરાયેલું હથિયાર હાલ કબ્જે લેવાયું નથી તે કારણોસર તેમના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. ચૈતર વસાવા પાસે હવે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીનો વિકલ્પ બચ્યો છે. 


શું છે સમગ્ર મામલો?


ડેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા, માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અનેક ભાષણોમાં આ લીડની વાત નથી થતી!

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?