Botadના AAPના ધારાસભ્ય Umesh Makwanaએ નંબર જાહેર કર્યો, નંબર જાહેર કરતા જણાવ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 16:53:38

ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. સાંસદ તેમજ ધારાસભ્યો સત્ર દરમિયાન પોતાના મત વિસ્તારને રજૂ કરતા હોય છે. લાખો લોકોનુ પ્રતિનિધિત્વ સાંસદ તેમજ ધારાસભ્ય કરતા હોય છે. ત્યારે સત્ર પહેલા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યે એક નંબર જાહેર કર્યો છે જેમાં લોકોને થતી સમસ્યા સાંભળવામાં આવશે. ખુબ ઓછા ધારાસભ્યો અને નેતાઓ હશે જે સામાન્ય જનતાની પરેશાની અને વાત સાંભળવા તેમને આમંત્રણ આપતા હશે. આવા જ એક ધારાસભ્ય છે જેમણે લોકોને કહ્યું છે કે વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યો અને આપના વિસ્તારના કોઈપણ પ્રશ્નો બાબતે મને કહી શકો છો


લોકો સાથે જોડાવાનો ઉમેશ મકવાણા કરી રહ્યા છે પ્રયાસ 

ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે. ગ્લોબલ સમિટને લઈ તેમણે નિવદેન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. નેતાઓ સમાચારોમાં બન્યા રહેવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી લોકો વચ્ચે છવાયેલા રહેવા માટેના પ્રયાસો કરે છે. આ વખતે તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારના જે વિકાસના કાર્યો થવાના બાકી હોય અથવા આપણા વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યોના સૂચનો કરવા હોય તો મને સંપર્ક કરવો. બજેટના જે પણ રૂપિયા છે એ જનતાના જ છે અને તેમના માટે જ વાપરવા જોઈએ..      

આ નંબર ઉમેશ મકવાણા દ્વારા કરાયો જાહેર 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિસ્તારમાં કોઈ પણ કામ બાકી રહ્યા હોય તો તે નંબર પર જાણ કરવા માટે આહ્વાન કર્યું છે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે - 9898989693/ 8799677046/ 8160150023 નંબર ઉપર વોટ્સએપ કરી શકાશે. કોંગ્રેસ દ્વારા પણ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રશ્નો તમારા, રજૂઆત અમારી. અમિત ચાવડાએ એક ફોટો ટ્વિટ કર્યો છે.

અમિત ચાવડાએ પણ નંબર કર્યો જાહેર 

 ફોટામાં લખવામાં આવ્યું છે કે 2 ફેબ્રુઆરી 2024થી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. આપના ગામ-શહેરની સમસ્યાઓ , સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો, નીતિવિષયક નિર્ણયો સંદર્ભે આપની રજૂઆત વિધાનસભામાં કરવા માગતા હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષ સકારાત્મક વિરોધપક્ષ તરીકે આપના પ્રશ્નો-રજૂઆતોને વિધાનસભામાં ઉઠાવશે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે આ છે - 9313140803.    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..