Ram Mandir Pratishtha Mahotsavને લઈ બોલ્યા AAPના સાંસદ હરભજનસિંહ, પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું અયોધ્યા જઈશ... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 12:29:13

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અનેક લોકો વર્ષોથી એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અનુષ્ઠાનનો આજે પાંચમો દિવસ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યક્રમમાં ન આવવાની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજનસિંહ આ કાર્યક્રમમાં જશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં કોઈ જાય કે ના જાય પરંતુ તે આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા અપાયું આમંત્રણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસે આ મહોત્સવને ભાજપની ઈવેન્ટ ગણાવી છે. ઉપરાંત અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ નિવેદનો આપવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અનેક તર્ક-વિતર્ક થયા. અલગ અલગ પાર્ટી દ્વારા આ કાર્યક્રમને લઈ અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને લઈ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. 


આપના સાંસદ હરભજનસિંહે પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આપી પ્રતિક્રિયા

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હરભજનસિંહે કહ્યું કે 'કોણ કહે છે એ અલગ વાત છે... રામમંદિરના કાર્યક્રમમાં કોણે જવું છે કે નહીં, કોંગ્રેસે જવું કે નહીં, અન્ય પક્ષો જવા માગે કે ન જાય તેનાથી મને કોઈ ફરક પડતો નથી, પણ હું ચોક્કસપણે જશે. આ મારો પરિપ્રેક્ષ્ય છે અને ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ તરીકે ઊભો છું. જો કોઈને મારા (રામ મંદિર) જવાથી કોઈ સમસ્યા હોય તો તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.