AAP સાંસદ સંજય સિંહ સામે અધ્યક્ષનું આકરૂ વલણ, સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કર્યા


  • Published By :
  • Published Date : 2023-07-24 16:36:45

મણિપુરમાં હિસા અને મહિલાની નગ્ન પરેડ કરાવવાના મુદ્દે આજે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. આજે પણ રાજ્ય સભામાં હંગામો થતા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને આખા ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


પીયૂષ ગોયલની ફરિયાદ પર થયા સસ્પેન્ડ


આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું હતું કે સંજય સિંહે વારંવાર ના પાડવા છતાં ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યા હતા. તેથી તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલની ફરિયાદ પર રાજ્યસભાના અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. સાંસદ પીયૂષ ગોયલે કહ્યું હતું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે છતાં કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સંજય સિંહને સસ્પેન્ડ કરવા પર કહ્યું હતું કે 'તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી કાયદાકીય ટીમ મામલાની તપાસ કરશે. સંજય સિંહના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પક્ષોના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષને મળશે. રાજ્યસભા અધ્યક્ષે એક વાગ્યે ગૃહના નેતાઓની બેઠક બોલાવી હતી.


AAPએ આપી આ પ્રતિક્રિયા


સંજય સિંહના રાજ્ય સભા સસ્પેન્શન પર AAP મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું જો ભાજપનું ચાલે તો સંજયને જેલમાં પણ નાખી દે. સંજય સિંહ સંસદમાં વિપક્ષનો બુલંદ અવાજ છે, તે સુત્રોચ્ચાર પર સમગ્ર વિપક્ષ એક થઈ જાય છે. આ જ કારણે   સંજય સિંહ વિપક્ષની આંખોમાં ખટકે છે. એટલા માટે તે સંપુર્ણ પ્રયાસ એવા કરે છે કે તેમનો અવાજ બંધ કરવામાં આવે.  પરંતુ આ યુક્તિઓ દ્વારા કે પછી, CBI, EDનો દુરુપયોગ થાય, પણ ભાજપ સરકારની વાપસી મુશ્કેલ છે. સત્યનો અવાજ બુલંદી ઉઠાવતા જો સંજયસિંહને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ કોઈ દુ:ખ નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે