AAPના CM પદના કેન્ડીડેટ ઇસુદાન ગઢવી હવે કયાથી ચૂંટણી લડશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 11:07:23

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોએ પોતાના ઉમેવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે આપ દ્વારા સૌથી વધુ ઉમેદવાર જાહેર કરી દીધા છે આપ દ્વારા પોતાનો CM ચેહરો પણ જાહેર કરવામાં આવ્યો છે પણ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે એ CM ચેહરો કયાથી ચૂંટણી લડશે. ત્યારે અત્યાર સુધી વાત થઈ રહી હતી કે ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે પરતું સૂત્રો દ્વારા જાણવા માંડ્યું છે કે તેઓ હવે ખંભાળિયાથી ચૂંટણી લડશે. 

મળતી માહિતી મુજબ ઇસુદાન ગઢવી હજી નક્કી નથી કરી શક્યા કે તેઓ કયાથી ચૂંટણી લડવા માંગે છે પેહલા દ્વારકા તો હવે ખાંભાળિયા હવે જે નિર્ણય લેવાશે એ જાહેર થશે. 

શક્યતા છે કે અરવિંદ કેજરીવાલ ટ્વીટ કરીને જાહેર કરે જેમ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાનું નામ જાહેર કર્યું હતું પરંતુ માહિતીએ પણ મળી છે કે તેમણે સીધું ફોર્મ ભરવા જશે ત્યારે જાહેર થશેકે તેઓ કયાથી લડવાના છે 


AAP દ્વારા કરાયો સર્વે !!

AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જોકે, દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે