જોર-શોરથી ગુજરાતમાં ચાલતો AAPનો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:23:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે યુવાઓને આકર્ષવા માટે આપ રાજ્યસભાના સાંસદ અને આપ ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ડા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં લોકો ભાજપથી નારાજ છે. લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 

MP Raghav Chadha appointed AAP's Gujarat co-incharge for state polls |  India News – India TV


આપનો પ્રચાર કરી રહ્યા છે રાઘવ ચડ્ડા

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે. કોઈ પણ પાર્ટી પ્રચારમાં કાચુ કાપવા નથી માંગતું. દરેક પાર્ટી પોતાના વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓને પ્રચાર માટે ઉતારી રહી છે. ત્યારે આપે પણ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ચૂંટણી પ્રચાર માટે પસંદ કર્યા છે. રાઘવ ચડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગે ચાલીને અને પ્રામાણિક્તાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે. 


AAP aims for Gujarat after Punjab win, to kick off 'tiranga yatra' in April  - India News


ગુજરાત માંગે પરિવર્તન - રાઘવ ચડ્ડા

વધુમાં તેમણે કહ્યું હતું કે આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વાત છે. પ્રથમ વસ્તુ છે પરિવર્તન, બીજુ છે પરિવર્તન અને ત્રીજી વસ્તુ પણ છે પરિવર્તન. કોંગ્રેસ પાર્ટી પરિવર્તન નથી આપી શકી. લોકો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા રાખી રહ્યા છે. દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પક્ષના સરકાર હતી. 15 વર્ષ પછી ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની સરકારને ફગાવી નાખી હતી. અરવિંદ કેજરીવાલની ગેરેંટીની વાત પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનોને રોજગારની ગેરેંટી આપી છે. નોકરીઓ ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રુપિયા બેરોજગારી ભથ્થું આપવાની ખાતરી આપી છે તે પૂરી કરશે. ઉપરાંત ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ મફતમાં વીજળી આપવામાં આવશે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે