AAPના જગમલવાળા- કોંગ્રેસના Vimal Chudasama વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-05 19:43:08

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે... બંને પાર્ટીના નેતાઓ એકબીજા સાથે અનેક વખત દેખાતા હોય છે.. પરંતુ જૂનાગઢ લોકસભા બેઠક પરથી જે દ્રશ્યો સામે આવ્યા તેની ચર્ચા થઈ રહી છે.. વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...  

વેરાવળમાં ગઈકાલે મળી હતી સભા

જૂનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા વચ્ચે.. લોકસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ જોરશોરથી મહેનત કરી રહી છે... એવામાં વેરાવળમાં ગઈકાલે ટાવરચોકમાં એક સભા રાખવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના નેતા જગમલભાઈ વાળા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત બંને પાર્ટીઓ એકબીજાના સહયોગથી લડી રહી છે.... પણ જગમલવાળાએ તો કોંગ્રેસના નેતા પર જ પ્રહાર કરી દીધા... કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા એક ધારાસભ્યને ગદ્દાર તો એકને અર્ધસરકારી ગણાવી દીધા છે.... જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે....તાલાળાથી ધારાસભ્ય અને કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ભગા બારડ પર આકરા પ્રહારો કર્યા તેમણે કોંગ્રેસ સાથે 3 વર્ષ ગદ્દારી કરી.. 


જગમલવાળા અને વિમલ ચૂડાસમા આવ્યા આમને સામને!

તેમણે કહ્યું કે અમારો હીરો ચૂંટણી લડી રહ્યો છે... એક હીરો અહીં છે એક વાસ્તિવક હીરો ક્યાંય જડતો નથી... એટલે કે વિમલ ચૂડાસમા પર સૌરાષ્ટ્રમાં જે એકમાત્ર ધારાસભ્ય બચ્યાં છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો... એવા જગમલ વાળાએ પ્રહાર કર્યા હતા... તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલવાળાને વળતો જવાબ આપ્યો છે... તેમણે કહ્યું કે, 2022માં મારી સામે હારેલા છે એના કારણે આવા નિવેદન કરે છે.. અને આમેય જગમલભાઈ તો ભાજપના માણસ છે... ભાજપના ઈશારે જગમલભાઈ કામ કરે છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે