ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી કે પ્રમોશન, આમ આદમી પાર્ટીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-05 18:15:21

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.  ગોપાલ ઈટાલિયાની હકાલપટ્ટી થઈ કે પ્રમોશન તે અંગે પાર્ટીમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી છે. જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ખુલાસો કરતા કહ્યું કે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રિય રાજકારણમાં લાવવામાં આવ્યા છે.


ગોપાલ ઈટાલિયા મુદ્દે પાર્ટીની સ્પષ્ટતા


AAPના રાષ્ટ્રિય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે મીડીયા સાથેની મુલાકાતમાં પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. સંદીપ પાઠકે ગોપાલ ઈટાલિયા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે પાર્ટી રાષ્ટ્રીય ફલક પર ફેલાઈ રહી છે. પાર્ટીના કાર્યકરોની આશાઓ મુજબ થયેલ આ એક નિયમિત ફેરબદલ છે. ગોપાલ ઈટાાલિયાની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે હલાકપટ્ટી નહીં પણ તેમને રાષ્ટ્રિય રાજનિતીમાં લાવવામાં આવ્યા છે અને તેમને મોટી ભૂમિકા આપવામાં આવી છે.


તમામ 9 રાજ્યોમાં ચૂંટણી લડશે


સંદીપ પાઠકો આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનિતી અંગે જણાવ્યું કે પાર્ટી તમામ 9 રાજ્યોમાં ઉમેદવારો ઉતારશે. વર્ષ 2023માં યોજાનારી વિવિધ ચૂંટણી માટે પાર્ટી તેની સંભાવનાઓનું વિષ્લષણ કરી રહી છે. આ માટે કેટલાક રાજ્યોમાં પાર્ટી આંતરિક સર્વે પણ કરાવી રહી છે. એક મહિના બાદ તેની યોજનાઓ અંગે જાહેરાત કરશે.



દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

થોડા સમય પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થયો.. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે... હીટવેવની આગાહી અનેક જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે.. અતિશય ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે..

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., તેમણે કહ્યું કે બૂથ મેનેજમેન્ટમાં ખામી અંગેની વાત કરી હતી.