વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સાથે AAP પણ ઝંપલાવશે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું શું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-16 15:26:30

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે... 13મી નવેમ્બરે વાવમાં પેટાચૂંટણીનું મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે...કોંગ્રેસ ભાજપ માટે વર્ચસ્વની લડાઈ હવે બની ગઈ છે... એવુ કહેવાય પણ એમાંય આમ આદમી પાર્ટી ઉમેરાણી છે... 

વાવ બેઠક માટે આપ અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન

આમ આદમી પાર્ટી વાવ વિધાનસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી. લોકસભા ચૂંટણી બેઠક વખતે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું... પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને અલગ ઉમેદવાર ઉતારશે.. 



વાવ બેઠક પર જામશે ત્રિ પાંખીયો જંગ

મહત્વનું છે કે વાવ માટે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરને ટિકીટ આપી હતી.. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જીત થતા આ બેઠક ખાલી હતી જેને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે... વાવ બેઠક પર ત્રિ પાંખીયો જંગ થવાનો છે... હવે કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. તમારા હિસાબથી કોને ટિકીટ મળવી જોઈએ તે અમને કમેન્ટમાં જણાવજો.



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...