ACBએ નવસારીમાં લાંચિયો અધિકારી ઝડપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 20:56:34

નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી વિશાલ રાજકુમાર યાદવને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા. 


કાગળિયા હોવા છતાં ગાડી રોકી તોડ કર્યો 

ફરિયાદી લાઈટ અને ઓઈલનો વેપાર કરે છે. લાંચિયા અધિકારીએ ફરિયાદીની ગાડી રોકી કાગળિયા વગેરે ચેક કર્યા હતા. કાગળિયા ચેક કર્યા બાદ અધિકારી વિશાલ રાજકુમાર યાદવે ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી પરંતુ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી દીધી હતી. 


ACBએ છટકું ગોઠવી અધિકારીની અટકાયત કરી 

ફરિયાદીએ ACBને લાંચ મામલે ફરિયાદ કરતા ACBએ નવસારીના ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામના રાજહંસ થીએટરના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ લાંચની રકમ લેવા અધિકારીને બોલાવ્યો હતો જ્યાં એસીબીએ અધિકારીને ઝડપી લીધો હતો. ACBએ લાંચની રકમ ફરિયાદીને પરત કરી હતી અને લાંચિયા અધિકારીની અટકાયત કરી હતી. 




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..