બનાસકાંઠામાં લાંચીયા તલાટી કમ મંત્રી અધિકારીને પકડવા ACBએ ગોઠવ્યું છટકું, કોન્ટ્રાક્ટર પાસેથી માગી હતી આટલા હજારની લાંચ!


  • Published By :
  • Published Date : 2023-06-20 09:42:53

ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે જો તેવી વાત કોઈ કરે તો આપણને હસવું આવે છે, કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સરકારી અધિકારી લાંચ લેતા પકડાયા હોય છે. થોડા દિવસો પહેલા મહિલા કર્મચારીને પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એક વખત લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે. આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાની. એસીબીએ કર્મચારીને પચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.  


કોન્ટ્રાક્ટર પાસેથી સરકારી અધિકારીએ માગ્યા 50 હજાર!

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિરવાડા ગામ આવેલું છે. જ્યાંના તલાટી કમ મંત્રી છે ભાવેશ પ્રજાપતિ. ગામડામાં વિવિધ વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે અને અમુક મંજૂર પણ કરાવવાની હોય છે. તો શિરવાડા ગામમાં રસ્તાનું કામ કરવાનું હતું. તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. કામનું બિલ જલદી મંજૂર કરવા અને જલ્દીથી નાણાની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવા માટે  તેમણે કોન્ટ્રાક્ટર પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા. 


લાંચીયા અધિકારીને પકડી પાડવા એસીબીએ છટકું!

કોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યૂરોને ફરિયાદ કરી દીધી કે તલાટી કમ મંત્રી તો લાંચ માગી રહ્યા છે. એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા પકડવા માટે છટકું ગોઠવ્યું. અંતે પાલનપુર એન્ટી કરપ્શન બ્યૂરોએ શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિને પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો. હાલ બનાસકાંઠા પોલીસે તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી લીધી છે. 


સારો પગાર હોવા છતાંય કેમ અધિકારીઓ લેતા હોય છે લાંચ?

અવાર નવાર આવા સમાચાર સામે આવી જાય છે. સરકારી અધિકારી એ ભૂલે છે કે તમે સરકારી અધિકારી છો યાર. તમારે લાંચની શું જરુર છે. ઓલરેડી સરકાર તમને આટલો પગાર આપે છે, કેટકેટલીય સરકારી સુવિધાઓ આપે છે જે ખાનગી સંસ્થામાં તો સપને પણ ન મળે. આ બધુ બંધ થવું જોઈએ. જો તમારી આસપાસ પણ કોઈ આવા કામ કરતું હોય તો તરત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કરો. ગામ વચ્ચે બદનામ થશે અને પોલીસના સળિયા ગણશે  ને ત્યારે ભાન આવી જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.