આજે ખુલ્યો Accent Microcell SME IPO, કેપ પ્રાઇસથી ઉપર પહોંચી GMP, છપ્પરફાડ કમાણીનો સંકેત


  • Published By :
  • Published Date : 2023-12-08 18:26:40

Accent Microcell Limited SMEનો  IPO પબ્લિક સબ્સ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. બિડિંગ માટે ઓપનિંગ સાથે, ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રીમિયમ આકાશને આંબી ગયું છે અને પ્રીમિયમ કેપ પ્રાઇસથી પણ ઉપર પહોંચી ગયું છે. ઉલ્લેખનિય છે કે Accent Microcell Limited વૈશ્વિક સ્તરે માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (MCC)ના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે. IPO માટે બિડિંગની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર છે.


IPO પ્રાઇસ બેન્ડ 133 થી 140  


Accent Microcell Limited SME IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 133 થી રૂ. 140 વચ્ચે નક્કી કરવામાં આવી છે. કંપનીએ બજારમાંથી રૂ. 78.40 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપની દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, આ બુક-બિલ્ડ IPO છે, જેમાં સામેલ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા પ્રતિ શેર છે. IPO હેઠળ એક લોટમાં 1000 શેર સામેલ કરવામાં આવ્યા છે. એક લોટ માટે રોકાણની રકમ રૂ. 140,000 છે.


કેપ કિંમતથી ઉપર પહોંચી GMP 


Accent Microcell SMEનો IPO જાહેર જનતા માટે ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં તેના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શેરનું લેટેસ્ટ પ્રીમિયમ 160ની સપાટીએ પહોંચી ગયું છે. ગયા શુક્રવારે જ્યારે બિડિંગ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે તે +100 હતી. શરૂઆતના બે દિવસ પહેલા, પ્રીમિયમ +140ના સ્તરને સ્પર્શી ગયું હતું. ગુરુવાર સાંજ સુધીમાં, ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ ઝડપી ગતિએ વધ્યું અને તે +160ના સ્તરે પહોંચી ગયું. તે શુક્રવારના રોજ ઓપનિંગ સાથે પણ +160 ના સ્તર પર યથાવત રહ્યું છે. IPOની પ્રાઇસ બેન્ડની અપર લિમિટ 140 રૂપિયા છે. અપર લિમિટ અને લેટેસ્ટ પ્રીમિયમના સરવાળા પ્રમાણે શેરનું સંભવિત લિસ્ટિંગ રૂ. 300 હોઈ શકે છે, એટલે કે રોકાણકારોને 114.29 ટકા નફો મળી શકે છે.


15મી ડિસેમ્બરે માર્કેટમાં લિસ્ટિંગ થશે

Accent Microcell Limitied SME IPOના શેરની ફાળવણી 13 ડિસેમ્બરના રોજ ફાઈનલ થવાની શક્યતા છે. જેમને શેર ફાળવવામાં આવશે નહીં તેઓને બીજા દિવસે 14મી ડિસેમ્બર સુધી રિફંડ આપવામાં આવશે. શેરની ક્રેડિટ પણ તે જ દિવસે કરવામાં આવશે. સંભવિત લિસ્ટિંગ તારીખ 15મી ડિસેમ્બર. શેર NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. 1 ડિસેમ્બરથી, સેબીએ શેરના લિસ્ટિંગ માટે T+3 સમયરેખા ફરજિયાત બનાવી છે, તેથી કંપનીના શેરના લિસ્ટિંગમાં આ સમયરેખાને અનુસરી શકાય છે. T+3 સમયરેખા હેઠળ, બિડિંગ બંધ થયાના ત્રણ દિવસની અંદર લિસ્ટિંગ કરવામાં આવે છે.


કંપની શેનું ઉત્પાદન કરે છે?


Accent Microcell Limitied સેલ્યુલોઝ-આધારિત ઉચ્ચ ગુણવત્તાની એક્સીપિયંટ્સનું ઉત્પાદન કરે છે. સેલ્યુલોઝ આધારિત એક્સિપિયન્ટ્સનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ અને ન્યુટ્રાસ્યુટિકલ ઉદ્યોગોમાં થાય છે. તેનો ઉપયોગ જેલિંગ એજન્ટ્સ, સ્ટેબિલાઈઝિંગ એજન્ટ્સ, બાઈન્ડર, બાયો-એડહેસિવ્સ અને ડ્રગ-ડિલિવરી સિસ્ટમ્સ તરીકે થાય છે. માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (MCC) નો ઉપયોગ સામાન્ય રીતે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સેલ્યુલોઝ-આધારિત એક્સીપિયંટ્સ તરીકે થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે