લદ્દાખમાં ગમખ્વાર દુર્ઘટના, સેનાની ટ્રક ખાઈમાં ખાબકી, 9 જવાન શહીદ, PM મોદીએ વ્યક્ત કર્યો શોક


  • Published By :
  • Published Date : 2023-08-20 11:05:03

લદ્દાખના લેહ પાસે સેનાની એક ટ્રક ઉંડી ખીણમાં ખાબકતા આ ટ્રકમાં સવાર એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 8 જવાન શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો છે.  ઘાયલ જવાનને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. 


ALS વાહનમાં 10 જવાન હતા


આ ગમખ્વાર દુર્ઘટના વિશે લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, એક ALS વાહન લેહથી ન્યોમા તરફ કાફલા સાથે જઈ રહ્યું હતું. શનિવારે સાંજે 5:45-6:00 વાગ્યાની વચ્ચે, ક્યારીથી 7 કિલોમીટર પહેલાં, તે ખીણમાં લપસી ગયું હતું. વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત


8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત, એકનું હોસ્પિટલમાં મોત લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 સૈનિકો હતા. આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને ખાડામાં પડી ગયો. પોલીસની એક ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ અન્ય એક જવાનનું મોત થયું હતું. એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું 


રાષ્ટ્ર પતિ દ્રોપદી મુર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, લેહ પાસે થયેલા અકસ્માતથી હું દુ:ખી છું. આપણે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જેઓ ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે