Jamnagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 11:09:55

અકસ્માતોની વણજાર રાજ્યમાં થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભીષણ  રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં આખેઆખો પરિવાર અકસ્માતમાં મોતને ભેટે છે. કોઈ વખત દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર કાળનો કોળિયો બનતો હોય છે તો કોઈ વખત પ્રસંગમાં જતા લોકોના મોત અકસ્માતમાં થાય છે. અનેક અકસ્માત તો એટલા ભયંકર હોય છે કે લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ જાય છે. ત્યારે આજે આવો જ ગંભીર રોડ અકસ્માત જામનગર કાલાવડ હાઈવે પર સર્જાયો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં 3 લોકોના મોત ઘટના સ્થળ પર જઈ ગયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે તેવી માહિતી સામે આવી રહી છે.

 કિંજલ કારસરીયા, જામનગર: જામનગર-કાલાવડ હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જોવા મળ્યો છે.

 આ ઉપરાંત બે લોકોને ઈજાઓ પણ પહોચી હતી. આ ગોઝારા અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

આ દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત

રવિવાર રાત્રે જામનગર-કાલાવડ હાઈવે પર ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોટી માટલી ગામ નજીક ટ્રેક્ટર તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108ની મદદથી ઈજા પામેલા લોકોને જી.જી. હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તે એક જ પરિવારના છે. સૈયદ પરિવારના ત્રણ લોકોના મોત આ ઘટનામાં થયા છે.  જામનગર કાલાવડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે GJ10DN7264 નંબરની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

 જામનગર-કાલાવડ હાઇવે પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક અકસ્માતની ગોઝારી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

 રવિવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અકસ્માતમાં નિર્દોષ લોકો ગુમાવતા હોય છે પોતાનો જીવ

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના ઘણા બનાવો બની રહ્યા છે. અનેક ટક્કર એટલી ગંભીર હોય છે કે સારવાર મળે તે પણ લોકોના નસીબમાં નથી હોતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ લોકો દમ તોડી દેતા હોય છે. અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ જતું હોય છે. ઘરેથી નિકળેલા માણસને નથી ખબર હોતી કે તે પરત ઘરે ફરશે કે નહી. અકસ્માતમાં ઘણી વખત નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.