મહારાષ્ટ્રમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બસ વચ્ચે ટક્કર થતાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-29 12:26:36

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોએ અકસ્માતને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે સર્જાયો છે. બે પ્રાઈવેટ બસ વચ્ચે ટક્કર થઈ અને પરિણામે 6 લોકોના મોત થઈ ગયા. અને 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત શનિવારે વહેલી સવારે સર્જાયો હતો. સારવાર અર્થે લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 


અકસ્માતમાં થયા આટલા લોકોના મોત

એક તરફ અમદાવાદના ઈસ્કોનમાં થયેલા અકસ્માતની વાતો શાંત નથી થઈ. દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર નાસિક તરફ જઈ રહેલી બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયસ કર્યો. પરંતુ તે સમયે સામેથી એક બસ આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતી બસ સાથે આ બસ અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર બ્રિજ પર બંધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે