ગોધરા-દાહોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાઈડમાં ઉભી રહેલી બસ સાથે બનેલી દુર્ઘટનામાં થયા ચાર લોકોના મોત, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-21 09:52:04

રાજ્યમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. એકબાદ એક એવા ભયંકર અકસ્માત થઈ રહ્યા છે જેમાં લોકોના મોત થઈ રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રોડ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં પાંચ પિતરાઈ ભાઈઓના મોત થઈ ગયા હતા ત્યારે આજે વધુ એક અકસ્માત બે લકઝરી બસો વચ્ચે થયો છે જેમાં ચાર લોકોના મોત થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો છે. 


Panchmahal News:   Four died in an accident between two private buses in Panchmahal. Panchmahal News: પંચમહાલમાં બંધ પડેલી બસની પાછળ ઘૂસી અન્ય બસ, બે બાળકો સહિત ચારનાં મોત

ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો અકસ્માત 

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થયા છે, અનેક અકસ્માત સર્જાય છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા, મોબાઈલ પર વાતો કરતા કરતા જેવા અનેક કારણોસર અકસ્માત સર્જાય છે. કોઈ વખત દુર્ઘટનામાં વાહન ખીણમાં ખાબકી પડે છે. ત્યારે આજે પણ એક અકસ્માત બન્યો છે જેમાં સાઈડમાં રિપેરિંગ માટે ઉભી રહેલી ગાડી સાથે પાછળથી આવેલી એક લક્ઝરી બસ અથડાઈ જેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગોધરા-દાહોદ હાઈવે પર બન્યો છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી બસને અન્ય બસે ટક્કર મારી અને આ દુર્ઘટના સર્જાઈ છે. 



ઘટનામાં ચાર લોકોના થયા મોત 

એવી પણ માહિતી સામે આવી કે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બસનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. બસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જેને કારણે બસને સાઈડમાં ઉભી રાખી, મુસાફરો નીચે ઉતર્યા અને રોડની સાઈડમાં ઉભા રહી ગયા. તે દરમિયાન પાછળથી બસ આવી અને ઉભેલા લોકોને અડફેટે લેતા ઈજાઓ પહોંચી જ્યારે બસમાં બેઠેલા ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી ભયંકર હતી કે બસ ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ જતો રહ્યો અને હાઈવે પરથી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. ઉતરી તે બાદ બસે પલટી મારી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળને કાર્યવાહી હાથ ધરી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે