રાજ્યમાં અનેક જગ્યાઓ પર સર્જાયો અકસ્માત, અમદાવાદમાં ઓવરસ્પીડ BMW કારે લીધા બે લોકોને અડફેટમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 12:18:06

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન અકસ્માતને કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે બુધવાર રાત્રે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો જેમાં એક પૂર ઝડપથી આવતી ગાડીએ રસ્તા પર ચાલતા 2 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના ઝાયડસ હોસ્પિચલ રોડ પર બની હતી. બીએમડબલ્યુ કારે બે લોકોને ટક્કર મારી હતી જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે.



ગાડીએ બે લોકોને લીધા અડફેટમાં 

રોડ અકસ્માતો પ્રતિદિન વધી રહ્યા છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો કોઈ બીજાની ભૂલને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઓવર સ્પીડને કારણે મુખ્યત્વે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં ફૂલ સ્પીડથી આવતી બીએમડબલ્યુ કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોને અડફેટે લઈ લીધા હતા. 


નશાની હાલતમાં કાર ચાલક હોવાનું સ્થાનિકોનું કહેવું  

આ ઘટના ઝાયડસ હોસ્પિટલ રોડ પર બની હતી. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કાર ચાલક નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લઈ લીધા હતા. ઉપરાંત મળતી માહિતી અનુસાર ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે ગાડીથી અકસ્માત સર્જાયો હતો તે ગાડી દોઢ કિલોમીટર દૂરથી મળી આવી છે.         



રાજ્યમાં અનેક જગ્યાઓ પર બની અકસ્માતની ઘટના 

અમદાવાદ સિવાય બીજા અનેક જગ્યાઓ પર અકસ્માત સર્જાયો છે. રાજકોટમાં રોડક્રોસ કરતી વખતે ધોરણ ચારમાં ભણતો વિદ્યાર્થી કાર ચાલકની અડફેટે આવી ગયો હતો. ઉપરાંત વલસાડ નજીક અમદાવાદ-મુબંઈ નેશનલ હાઈને પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં અજાણય્યા વાહનચાલકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત થયું છે. તે સિવાય નવસારીમાં પણ અકસ્માત સર્જાયો છે જેમાં  પીકઅપ વાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને પીકઅપ વાન ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ અકસ્માતની ગોઝારી ઘટના બની છે જેમાં બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. વાહનો ભટકાતા વાહનોમાં આગ લાગી હતી  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે