અઠવાડિયાના 7 દિવસ પ્રમાણે કયા દિવસે કયા દેવી દેવતાની કેવી કરવી જોઈએ પૂજા? કઈ વસ્તુ અર્પણ કરવાથી મળે છે ભગવાનના આશીર્વાદ?


  • Published By :
  • Published Date : 2023-04-22 16:35:55

અઠવાડિયાના સાત દિવસો દરમિયાન અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. સાતેય દિવસ અલગ અલગ દેવતાઓને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે દિવસ પ્રમાણે ભગવાનની પૂજા કરવાથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારનો દિવસ સૂર્યનારાયણ ભગવાન તેમજ માતાજીને સમર્પિત હોય છે. સોમવાર મહાદેવજી તેમજ ચંદ્રદેવને સમર્પિત હોય છે. મંગળવાર હનુમાન દાદાની,  બુધવારે ગણપતિની, ગુરૂવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ હોય છે. માતા લક્ષ્મીની આરાધના શુક્રવારના દિવસે કરવામાં આવે છે જ્યારે શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે જાણીશું કે કયા દેવી-દેવતાની પૂજા કરવાથી શું ફાયદો થાય છે?  

સૂર્યનારાયણની અસીમ કૃપા વરસશે આ રવિવારે, આજે જ જાણો આ ઉપાય... - News Gujarat

ઐતિહાસિક શિવાલય : 'શેમનાથ' અપભ્રંશ થતાં ખીમનાથ મહાદેવજી તરીકે પ્રચલિત થયું  | Historical Shivalaya: 'Shemnath' became popular as Khimnath Mahadevji  after corruption

શાસ્ત્રો અનુસાર સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. નિયમીત સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યને અર્ધ્ય આપવાથી તેમની કૃપા મેળવી શકાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિમાં હિંમત અને ઉર્જાનો સંચાર થાય છે. તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ફૂલ અને અક્ષત અર્પણ કરવા જોઈએ. સોમવારના દિવસ ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. ભોલેનાથ સિવાય ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત થાય છે.  

Astrology News hanuman ji puja vidhi - મંગળવારે ક્યારેય ઉધાર લેવું નહીં અને  દેવું નહીં – News18 Gujarati

   ગણેશ ચોથ વ્રત વિધિ: મહત્વ અને વ્રત કથા | ganesh chaturthi vrat vidhi -  Divya Bhaskar

બજરંગબલી એટલે કે હનુમાન દાદાની પૂજા મંગળવારે કરવામાં આવે છે. મંગળવારે હનુમાન દાદાની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે. એવી માન્યતા છે કે મંગળવારના દિવસે હનુમાન દાદાનો જન્મ થયો હતો. ઘણા લોકો એવું માને છે કે મંગળવાર ગણપતિ દાદાને સમર્પિત હોય છે પરંતુ ગણપતિ દાદાને સમર્પિત મંગળવાર નહીં પરંતુ બુધવાર છે. બુધવારે ગણપતિ દાદાની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બુધવારના દિવસે ભગવાનને દુર્વા અર્પણ કરવી જોઈએ.   

જાણો, ભગવાન વિષ્ણુને શ્રીહરિ કેમ કહેવામાં આવે છે? | know why lord vishnu is  called shrihari take these measures to make happy to narayan

ગૂરુવાર દેવતાઓના ગુરૂને સમર્પિત હોય છે. તે ઉપરાંત ગુરૂવારનો દિવસ ભગવાન નારાયણને પણ સમર્પિત હોય છે. ગુરૂવારે પીળા રંગનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેવગૂરૂ બૃહસ્પતિને પ્રસન્ન કરવા ગુરૂવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ ઉપરાંત શિવલિંગ પર ચણાની દાળ પણ અર્પણ કરવામાં આવે છે.

Morning Tips: Do Not Do This Work Even After Waking Up In The Morning,  Lakshmi Ji Will Get Angry, You Will Not Get Success | Morning Tips: સવારે  ઉઠ્યા પછી ભૂલથી પણ


જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો દેવી લક્ષ્મીની પૂજા શુક્રવારે કરવી જોઈએ. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે કનકધારાસ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા તો શ્રી-સૂક્તનો પાઠ કરવો જોઈએ. કમળનું ફૂલ માતા લક્ષ્મીને પ્રિય હોય છે તેથી શુક્રવારે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરી માતાજીની કૃપા મેળવી શકાય છે. શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત હનુમાનની પૂજા પણ અનેક લોકો કરતા હોય છે. જો કુંડળીમાં શનિ દોષ હોય તો શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિવારે શનિદેવને અથવા તો હનુમાન દાદાને તેલ ચઢાવવું જોઈએ અને જો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ.

700 વર્ષ બાદ આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, ચેક કરી લો તમારી રાશિ |  shani dev effects on these zodiac signs on 2021


આમ અઠવાડિયાના દિવસો અલગ અલગ ભગવાનને સમર્પિત હોય છે. ભક્તિ કરતી વખતે સૌથી મહત્વનો હોય છે ભાવ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભાવ સાથે ભક્તિ કરશો તો ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. 



(નોંધ - અહીં આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)            



સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.