વિજયે કેમ તેના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-06 21:08:42

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે. 

Vijay meets governor, stakes claim to form government with Congress support  Follow live updates ????

એક તરફ સમગ્ર દેશની નજર તમિલનાડુ પર છે કેમ કે , અભિનેતામાંથી નેતા બનેલા વિજયે ખુબ ટૂંકા સમયમાં રાજકીય સફળતા હાંસિલ કરી લીધી છે. વિજયની પાર્ટી TVKને ૧૦૮ બેઠકો પર જનાદેશ મળ્યો છે. આ પછી તેમને કોંગ્રેસના ૫ ધારાસભ્યોનો પણ ટેકો મળ્યો છે. ત્યારબાદ વિજયે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી હતી. પરંતુ , વિજય પાસે પૂરતો બહુમત ન હતો , આ કારણે , રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકરએ તેમને ૧૧૮ જેટલા મેજીક ફિગરના ધારાસભ્યોના હસ્તાક્ષર લાવવાનું કહ્યું છે. હવે , રાજ્યમાં ત્રીજા નંબરે આવેલી પાર્ટી AIADMK ને 47 બેઠકો પ્રાપ્ત થઇ હતી. AIADMKના ડેપ્યુટી ડિરેક્ટર કે પી મૂનુસામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , તેઓ વિજયને સમર્થન નઈ આપે. 

આ કારણે હવે પેચ ફસાયેલો છે. કોંગ્રેસ દ્વારા વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી . પરંતુ કોંગ્રેસ પાસે માત્ર ૫ જ ધારાસભ્યો છે.  હવે , વિજય દ્વારા સાવચેતીના ભાગરૂપે , પોતાની પાર્ટીના ૧૦૮ MLAને તમિલનાડુના મામલ્લાપુરમના પ્રાઇવેટ લક્ઝુરિયસ રિસોર્ટમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ માટે , ૫૦ જેટલા ૪ સ્ટાર હોટલ પુન્જેરી ખાતે પહોંચી ગયા છે. બાકીના ધીરે ધીરે પહોંચી રહ્યા છે. આમ વિજયને ડર છે કોઈપણ પ્રકારના હોર્સ ટ્રેડિંગના કારણે તેમને નુકશાન થઇ શકે છે. 




"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.