Adani Groupના તમામ શેર ધરાશાયી, OCCRPના રિપોર્ટ અંગે અદાણીએ આપેલા ખુલાસા પણ કામ ન આવ્યા


  • Published By :
  • Published Date : 2023-08-31 17:06:25

અદાણી ગ્રૂપની મુસીબત ઓછી થવાનું થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગ બાદ હવે OCCRP નામના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ પ્લેટફોર્મએ  Adani Groupનાં Sharesમાં વર્ષોથી થઈ રહેલા મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. કેટલાક નાણાકિય ડોક્યુમેન્ટના આધારે કરવામાં આવેલા દાવા બાદ મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન આજે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં 4 ટકા સુધી તુટ્યા છે. આજે અદાણીના શેરોમાં ધોવાણ થવાથી રોકાણકારોને જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.   


અદાણી ગ્રીન 4.43 ટકા ઘટ્યો 


BSE પર અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.43 ટકા ઘટીને રૂ. 927.65 થયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 1.47 લાખ કરોડ છે.


આ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો  


અદાણી પાવરનો શેર 3.82 ટકા ઘટીને રૂ. 315.85 થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3.56 ટકા ઘટીને રૂ. 2,424 અને અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 3.18 ટકા ઘટીને રૂ. 814.95 થયો હતો.


આ કંપનીના શેર 2 થી 3 ટકા ઘટ્યા 


BSE પર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 2.75 ટકા ઘટીને રૂ. 796.50, અદાણી ટોટલ ગેસ 2.74 ટકા ઘટીને રૂ. 634.60, NDTV 2.69 ટકા ઘટીને રૂ. 213.30 અને અદાણી વિલ્મરનો શેર 1.83 ટકા ઘટીને રૂ. 23.20 થયો હતો. ACCનો શેર 3.15 ટકા ઘટીને રૂ. 1,937.10 અને અંબુજા સિમેન્ટનો શેર 2.84 ટકા ઘટીને રૂ. 431.60 થયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે