Adani-Hindenburg case મામલે Supreme Courtએ સંભળાવ્યો ચૂકાદો, કહ્યું 'SEBIની તપાસ પર શંકા કરવાનું કોઈ કારણ નથી'


  • Published By :
  • Published Date : 2024-01-03 12:26:22

હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે જેને કારણે ગૌતમ અદાણીની ચિંતા ઘટી છે. સુપ્રીમ કોર્ટે સેબીની તપાસમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સેબીની તપાસમાં ક્લીનચીટ આપતાં કહ્યું કે સેબીની તપાસમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે આ મામલે કહ્યું કે 'સેબી તપાસ હાથ ધરવા માટે સક્ષમ એજન્સી છે.' સેબીએ હિંડનબર્ગ વિરૂદ્ધ અદાણી કેસના 24 માંથી 22 કેસોની તપાસ પૂર્ણ કરી છે. બાકીના 2 કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને 3 મહિનાનો સમય આપ્યો છે. 

સેબીને સુપ્રીમ કોર્ટે આપ્યો 3 મહિનાનો સમય 

સુપ્રીમ કોર્ટમાં અદાણી જૂથ અને હિંડનબર્ગ રિસર્ચ મામલે સુનાવણી  હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટેના ત્રણ જજોની બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને સેબીના તપાસમાં દખલ કરવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 24 કેસમાં સેબી તપાસ કરી રહી છે. 24માંથી સેબી દ્વારા 22 કેસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી ગઈ છે જ્યારે બાકી રહેલા બે કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. જે જજોએ આ કેસને લઈ ચૂકાદો આપ્યો છે તેમાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, જે.બી, પારદીવાલ અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 

Gautam Adani To Get USIBC Award For 'visionary Leadership' | Gautam Adani:  ગૌતમ અદાણીને મળશે ગ્લોબલ લીડરશીપ એવોર્ડ, સુંદર પિચાઇ, જેફ બેઝોસને મળ્યું છે  આ સન્માન

શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

ચુકાદો આપતા CJIએ કહ્યું કે કોર્ટ પાસે સેબીના અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ સેબી પોતે કરશે, તપાસ SITને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. SCએ કહ્યું કે સેબીની તપાસ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં કહ્યું છે કે માત્ર મીડિયા રિપોર્ટ્સ અથવા ન્યૂઝ પબ્લિકેશનના આધારે વિશ્વાસ મૂકી શકાય નહીં. SITને અદાણી કેસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર મળ્યો નથી. કોર્ટને તેની બાજુ પર નજર રાખતી કોઈપણ તપાસ સમિતિને કેસ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર જણાતી નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે