Mansukh Vasavaનાં કામ પર કટાક્ષ કરતા આદિવાસી ઘેરૈયાએ એક ગીત ગાયું અને Video થઈ ગયો Viral! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-28 16:58:42

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ તો એક બીજા પર કટાક્ષ કરતા દેખાય છે પરંતુ હવે તો જનતા પણ સાંસદ પર કટાક્ષ કરતી થઈ ગઈ છે...! એક વીડિયો ભરૂચથી સામે આવ્યો છે જેમાં ત્યાંના સાંસદ મનસુખ વસાવા માટે કટાક્ષ કર્યા છે. આદિવાસી બોલીમાં આદિવાસીએ ગીત ગાયું છે જેમાં મનસુખ વસાવા દ્વારા શું કામ કરવામાં આવ્યા તેની વાત કરવામાં આવી છે... મહત્વનું છે કે ચૂંટણી સમયે મતદાતાઓ સાંસદોનું રિપોર્ટ કાર્ડ બનાવતા હોય છે અને તે પ્રમાણે મતદાન કરતા હોય છે..!

આદિવાસી વિસ્તારમાં હોળીનું હોય છે મહત્વ!

ભરૂચ લોકસભા સીટ એક એવી સીટ છે જેની ચર્ચાઓ અનેક વખત કરવામાં આવતી હોય છે.ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહાર અનેક વખત ખુલ્લીને સામે આવ્યા છે. મનસુખ વસાવા કોઈ નિવેદન આપે તો તેનો જવાબ ચૈતર વસાવા આપે અને જો ચૈતર વસાવા કોઈ નિવેદન આપે તો તેનો જવાબ મનસુખ વસાવા આપે...! આ વખતે આ બંનેના નિવેદન અંગે ચર્ચા નથી કરવી પરંતુ ત્યાંથી સામે આવેલા એક વીડિયોની, એક ગીતની વાત કરવી છે જે આદિવાસીએ ગાયું છે. આદિવાસી વિસ્તારમાં હોળી તહેવારનો મહિમા વધારે હોય છે. હોળી વખતે આદિવાસી લોકો ઘેરૈયા બનતા હોય છે.



મનસુખ વસાવા માટે કટાક્ષમાં આદિવાસીએ ગાયું ગીત!  

એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આદિવાસીએ આદિવાસી બોલીમાં ગીત ગાયું છે જેમાં તે સાંસદ મનસુખ વસાવા પર કટાક્ષ કરી રહ્યા છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કટાક્ષ સ્વરૂપે કહેવામાં આવ્યું છે કે, ત્રિકમ મરી ગયે 3 વર્ષ થયા રે મનસુખ.. પણ રોડ અજી સુધી બન્યો નથી.. જો ગીતનો અર્થ સમજીએ તો વિકાસની વરવી વાસ્તવિક્તાને ગીત સ્વરૂપ અહી પ્રગટ કરવામાં આવી છે. જે વીડિયો વાયરલ થયો છે તે નેત્રંગના કોલીવાડા ગામની આસપાસનો હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ છે અને ફરી એક વખત ભાજપ દ્વારા તેમને ટિકીટ આપવામાં આવી છે.  


શું છે ભરૂચ લોકસભાના સમીકરણો? 

ભરૂચ લોકસભાની વાત કરીએ તો, ભરૂચ લોકસભામાં કુલ 7 વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અને અંકલેશ્વર. ભરૂચ લોકસભામાં ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચ લોકસભા પરથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા છે જ્યારે સામે bjpના ઉમેદવાર તરીકે મનસુખ વસાવા છે. અને છોટુ વસાવાએ પોતાનો અલગ પક્ષ બનાવ્યો છે. અને આ કારણોસર અહી ત્રિપાંખ્યું જંગ થઈ શકે છે.  ત્યારે જોવું રહ્યું આ બેઠક પર કોની જીત થાય છે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.