ભાજપને પાંચ વર્ષમાં ગુજરાતના કોર્પોરેટે રૂ. 163.54 કરોડનું ફંડ આપ્યું, કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ


  • Published By :
  • Published Date : 2022-11-27 19:19:04

ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ષ 2017થી 2021ની વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ દાનનો સૌથી મોટો હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. આ ફંડ કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ હતું, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રવિવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


ADR રિપોર્ટ મુજબ, ચાર રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ, AAP અને સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ નાણાકીય વર્ષ 2016-17 અને 2020-21 વચ્ચે ગુજરાતમાંથી 1,571 દાતાઓ પાસેથી રૂ. 174.06 કરોડનું કોર્પોરેટ દાન મેળવ્યું હતું.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, ભાજપે કોર્પોરેટ પાસેથી સૌથી વધુ ફંડ પ્રાપ્ત કર્યું હતું, ભાજપે 1,519 દાતાઓ પાસેથી રૂ. 163.54 કરોડ મળ્યું હતું, તેમ ADR રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન માત્ર 10.46 કરોડ મળ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઉતરેલી નવી પાર્ટી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ રૂ. 3.2 લાખ મળ્યા છે, આમ આદમી પાર્ટીને 2017-2020 વચ્ચે કોઈ દાન મળ્યું નથી.


પાંચ વર્ષમાં 4.34 ટકા કોર્પોરેટ ફંડ ગુજરાતમાંથી


રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાંચ વર્ષના સમયગાળામાં કુલ રૂ. 4,014.58 કરોડના કોર્પોરેટ દાનમાંથી 4.34 ટકા એટલે કે રૂ. 174.06 કરોડ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી મળ્યા હતા.


રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ જાહેર કરી ફંડની વિગત


એકંદરે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કુલ  રૂ. 12,745.61 દાન જાહેર કર્યું. આ કુલ દાનમાંથી રૂ. 10,471.04 કરોડ 8 રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની રકમ પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .