Advocate Mehul Bogharaએ પોલીસને કરાવ્યું કાયદાનું ભાન! જાણો પોલીસકર્મીએ કયા કાયદાનો કર્યો હતો ભંગ?


  • Published By :
  • Published Date : 2023-08-18 17:24:40

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે નિયમોનું પાલન નથી કરતા તો વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જે કાયદા છે તેનું પાલન દરેક વાહનચાલકોએ કરવાનું હોય છે, એ પછી  સામાન્ય નાગરિક હોય કે પછી પોલીસ હોય. નિયમ દરેક માટે સરખો હોય છે. એડવોકેટ મેહુલ બોઘરા હમેશા લોકોને ટ્રાફિકના નિયમો અને કાયદાનું ભાન કરાવતા હોય છે ત્યારે ફરી એક વીડિયો વાયરલ થયો જેમાં મેહુલ બોઘરા એક પોલીસ કર્મચારીને કાયદાનો બોધ કરાવી રહ્યા છે. અનેક વખત તેમના વીડિયો સામે આવતા રહે છે.  

ગાડીમાં લગાવાઈ હતી બ્લેક ફિલ્મ  

આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં લોકો કાયદાનો ભંગ કરતા દેખાતા હોય છે. વાહનચાલકો કાયદાનું ઉલ્લંઘન ખુલ્લેઆમ કરતા હોય છે. નિયમો તોડનાર લોકોમાં અનેક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિયમો દરેક માટે સરખા હોય,એ પછી પોલીસ કર્મી હોય કે પછી સામાન્ય નાગરિક. મેહુલ બોઘરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવી રહ્યા છે. પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવામાં આવી હતી. 


પોલીસની પાસે ન હતા ડોક્યુમેન્ટ 

વિગતવાર વાત કરીએ તો 17 ઓગસ્ટના રોજ મેહુલ બોઘરા ડીંડોલી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ કાળા કાચવાળી ગાડી ચલાવતો હતો. જેને લઈ મેહુલ બોઘરા ગાડીમાંથી ઉતર્યા અને તેની પૂછપરછ કરી, વાતચીત દરમિયાન ખ્યાલ આવ્યો કે ગાડી ચલાવનાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. પછી પોલીસને બોલાવીને મેમો પાઠવવા કહ્યું. ગાડી આગળ પોલીસ લખેલું હતું, ઉપરાંત ગાડીની puc, rcbook કાંઈ જ હતું નહીં. અડધો કલાક સુધી આ રકજક ચાલી અને છેલ્લે  ડીંડોલી સર્કલ પીઆઇ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ કર્મીને કાયદાનો ભંગ કરવા બદલ 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે તેમનું નામ છે  વિનોદભાઈ.  


કાયદાથી મોટું કોઈ નથી!

આ ઘટનાઓ એ સાબિત કરે છે કે કાયદો બધા માટે સમાન છે સામાન્ય નાગરિક હોય કોઈ અધિકારી હોય કે નેતા બધાએ કાયદાનું પાલન કરવું જ પડશે.પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે