કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:11:52

કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ સુધી ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે બહાર ફરવા ઉત્સાહિત થયા છે. પરિવાર સાથે તેમજ સોલો ટ્રીપ કરવાનું લોકો પ્લાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Local circles દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેમાં 45 ટકા લોકો તહેવારોમાં બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાંથી 24 ટકા જેટલા લોકોએ ટિકિટ તેમજ હોટલ બુકિંગ પણ કરાવી દીધું છે.

future tourists | | Global Tourism Forum


બેઠુ થયું ટુરિઝમ ક્ષેત્ર

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો આવતા જ તહેવારો શરૂ થઈ ગયા છે. અનેક રજાઓ હોવાથી લોકોએ બહાર ફરવાનું પ્લાનિંગ કરી લીધું છે, આવો સર્વે સોશિયલ મીડિયામા Local circles દ્વારા કરાયો હતો. કોરોના કાળને કારણે અનેક સેક્ટરને તેમજ ટ્રાવેલ સેક્ટરને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે કોરોના ઘટતા ટ્રાવેલ સેક્ટર પણ ફરી બેઠું થઈ રહ્યું છે.


S&Ds: Our idea of a European Tourism Covid-19 Safety Seal will help the  whole tourism industry | Socialists & Democrats


આ સર્વે દેશના 341 જિલ્લાઓમાં કરાયું હતું, જેમાં 42000 લોકો સામેલ થયા હતા. સર્વે પ્રમાણે 48 ટકા જેટલા લોકો, મિત્રો તથા સંબંધી સાથે યાત્રા કરવાના છે. 31 ટકા લોકો નજીકના સ્થળોની મુલાકાત લેવાના છે. જ્યારે અમુક લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે. 2021 કરતા 2022માં લોકો પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે.


લોકોમાં ફરી જાગ્યો ફરવાનો ઉત્સાહ

Sasan Gir National Park in Gujarat – Home of Asiatic Lions

ભારતીય અર્થવ્યવસ્થામાં ટ્રાવેલ ક્ષેત્રનો મોટો ફાળો રહેતો હોય છે. ત્યારે કોરોના કાળ બાદ ફરી એક વખત ટુરિઝમ ક્ષેત્રને વેગ મળી રહ્યો છે. લોકોમાં ફરી ફરવાનો ઉત્સાહ ઉભો થયો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય અર્થતંત્રમાં આ સેક્ટર મહામારીના પહેલાના સ્તરેને પણ વટાવી દેશે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.

લોકસભા ચૂંટણી માટે આજે દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે. 21 રાજ્યોમાં આજે મતદાન થઈ રહ્યું છે. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે મતદાતાઓ નક્કી કરવાના છે..

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...