24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:16:23

આવનાર મહિનામાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા અનેક દિવસોથી દાવેદારીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધ્યક્ષની રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ શશી થરૂરનું નામ ચર્ચાઈ રહ્યું છે. વંશવાદની વાતોમાં હમેશાં ઘેરાયેલું રહેતું કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના પ્રમુખ મળશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઈનકાર

રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તેવી અનેક અટકળોએ ફરી એક વખત જોર પકડ્યું હતું. ત્યારે રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ અંગે સ્પષ્ટ ના પાડી દીધી હતી. રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે જે પણ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક માન્યતા પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે.

Zero tolerance...': Rahul Gandhi on NIA-ED-police raids on PFI, SDPI  leaders | Latest News India - Hindustan Times


અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોત સૌથી આગળ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. 3 વખત તેઓ મુખ્યમંત્રી પદે રહેલા છે તેમજ તેમની પાસે કેન્દ્ર અને સંગઠનનો વર્ષોનો અનુભવ છે. આ બધા વચ્ચે ગેહલોતે સોનિયા ગાંધી સાથે લાંબી વાતચીત પણ કરી હતી. ગેહલોતને ગાંધી પરિવારના વફાદાર પણ માનવામાં આવે છે.

Ashok Gehlot confirms bid for Congress president, but won't stay away from  Rajasthan - India News

શશિ થરૂરે પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી

શશિ થરૂરે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર કેરળના તિરૂઅનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂંટણી લડવા માટે પરવાનગી માગી. સોનિયાએ કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. પાર્ટીની ચૂંટણી પ્રકિયા નક્કી કરેલા નિયમો પ્રમાણે થશે.

Shashi Tharoor

આ ઉપરાંત મનીષ તિવારી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીના નામોની ચર્ચા થઈ રહી છે.

થોડા દિવસોમાં પોતાનું નામાંકન કરાવશે અશોક ગેહલોત 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની માટે તૈયારી દર્શાવતા કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપશે, તેને નિભાવીશ અને પાર્ટી તેમને કહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ભરો તો તે ભરશે.

 

ચૂંટણીનું ટાઈમટેબલ

24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, 17 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે.    



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.