મનીષ સિસોદીયા સામે મોદી મોદીના નારા 
ગુજરાતની ચુંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ભાજપ અને આપ
 ગુજરાત જીતવા તનતોડ મેહનત કરી રહ્યા છે. અરવિંદ
કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનામાં સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે હવે તો પંજાબના
મુખ્યમંત્રી ભગવંતમાન અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદયા પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે . મનીષ સિસોદયા 6 દિવસ ઉત્તરગુજરાતના
પ્રવાસએ છે આજે તેઓ નવરાત્રીના પર્વે અંબાજી માતાના દર્શન કરવા પોહચય પરંતુ તેમના પોહચતા
ની સાથેજ ત્યાં પણ મોદી મોદી અને હર હર મોદી ઘર ઘરના નારા લગાવા લાગ્યા . અને આવું
પેહલીવાર નથી થયું. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ આવ્યા ત્યારે પણ આમ જ ત્યાં
લોકોએ મોદી મોદીના નારા લગવ્યા હતા .
અરવિંદ કજરીવાલે આપી હતી પ્રતિક્રિયા
હવે આ બધુ સંજોગોવસાત થાય છે કે જાણીજોયને
કરવામાં આવે છે એ પ્રશ્ન છે. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરામાં હતા ત્યારે તેમણે આ
મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ભાજપને આ ચુંટણીમાં ખૂબ તકલીફ થવાની છે આટલે
તેઓ મારા વિરોધ નારા લગાવડાવશે’ ચુંટણી આવતા સુધી આ મુદ્દાઓ હજી કેટલી ગરમી પકડશે એ
જોવાનું રહ્યું. 
                            
                            





.jpg)








