Loksabha Election: ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ 3 ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર. કોંંગ્રેસના તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે જોવા મળી આ સમાનતા!


  • Published By :
  • Published Date : 2024-03-23 12:57:30

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. આ નિર્ણય લેવાની વાત પાછળ તેમણે અંગત કારણો જણાવ્યા હતા. 

Congress' Ahmedabad East Lok Sabha candidate Rohan Gupta withdraws from  fray - The Economic Times

રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ વખત કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તો કોઈ વખત લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ કારણ આપ્યું હતું કે તેમની પિતાની તબિત સારી ના હોવાને કારણે તેઓ ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. આ મામલો ત્યાં શાંત ના થયો, ગઈકાલે રોહન ગુપ્તાએ કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. જ્યારે રાજીનામું આપ્યું તે બાદ તેમણે અનેક પ્રતિક્રિયા આપી હતી. આત્મસન્માન જાળવવા માટે તેમણે રાજીનામું આપ્યું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 

Image

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર   

ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ઈલેક્શન લડવાની ના પાડી દીધી છે. પીછેહઠ કરનાર એક છે વડોદરાના ઉમેદવાર તેમજ બીજા છે સાબરકાંઠાના ઉમેદવાર. સાંસદ રંજનબેન ભટ્ટે તેમજ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે. રંજનબેન ભટ્ટે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે તેમણે કહ્યું કે મારે હવે ચૂંટણી લડવી નથી. ઉમેદવારી પરત ખેંચવા મને પક્ષે કહ્યું નથી. હું પક્ષનું કામ કરીશ, બીજા ઉમેદવાર ચૂંટણી લડશે. મારી પ્રજાએ મને ખૂબ પ્રેમ કર્યો છે. મેં જાતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. હું વડોદરાની બદનામી ઈચ્છતી નથી. મેં કોઈ સાથે આ અંગે વાતચીત કરી નથી. મને પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપી હતી.        

 Image

Image

રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી.. 

મહત્વનું છે કે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જ્યારથી જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વડોદરામાં આંતરિક વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો. અને તે બાદ પોસ્ટરો સાંસદના વિરૂદ્ધ લાગ્યા હતા. આજે જ્યારે ઉમેદવારી તેમણે  પાછી ખેંચી ત્યારે તેમણે પણ આત્મસન્માનની વાત કરી હતી. તેમણે કહ્યું કે મારી પણ ઈજ્જત છે ને...!   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.