ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAP Dediyapadaમાં કરશે શક્તિપ્રદર્શન! Chaitar vasavaના સમર્થન માટે પહોંચ્યા Yuvrajsinh


  • Published By :
  • Published Date : 2023-12-14 10:48:58

વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ગઈકાલે ધારાસભ્યપદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.આ ઘટના બાદ ગઈકાલથી આમ આદમી પાર્ટીની નેગેટિવ ચર્ચા થઈ રહી છે. ચૈતર વસાવાને રજૂ કરી આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી હોય તેવું લાગે છે. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચી ગયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા છે અને આજે ગમે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે. પોલીસ તેમની ધરપકડ પણ કરી શકે છે. 

એક ધારાસભ્ય રાજીનામું આપે છે અને આજે ચૈતર વસાવા હાજર!

રાજકારણમાં અનેક વખત એવું બને કે પોતાની પાર્ટી છોડી નેતાઓ બીજી પાર્ટીમાં જતા રહે છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસના નેતાના પક્ષપલટા પર આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે કોંગ્રેસને નેતાઓ સાચવતા નથી આવતું. પરંતુ ગઈકાલે જે થયું તે બાદ આમ આદમી પાર્ટી માટે પણ આવી ચર્ચાઓ થવા લાગી છે. કોંગ્રેસના અનેક  નેતાઓ ભાજપમાં જોડાય છે પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. કાલે જે ઘટના બની તે પરથી કહી શકાય કે આમ આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્યોને સાચવવામાં કાચી પડી. આપના પાંચ ધારાસભ્યોને પાંચ પાંડવો આપના લોકો કહેતા હતા પરંતુ હવે ચાર જ ધારાસભ્યો બાકી રહ્યા છે. ગઈકાલે એક ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું તો આજે બીજી તરફ આપના બીજા ધારાસભ્ય જે ઘણા સમયથી ફરાર હતા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થવાના છે.    

ચૈતર વસાવા કરી શકે છે પોલીસ સામે સરેન્ડર!  

પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા. ચૈતર વસાવા આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. આપના નેતાઓ પણ ડેડિયાપાડા પહોંચી ગયા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાને આજે નહીં તો કાલે, ગમે ત્યારે હાજર તો થવાનું જ હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ન માત્ર ડેડિયાપડાના ધારાસભ્ય તરીકે ચર્ચિત છે પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નોને પણ અવાજ આપ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે આપ ત્યાં શક્તિ પ્રદર્શન કરી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા જ્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.