ભૂપત ભાયાણીના રાજીનામા બાદ Isudan Gadhvi અને Gopal Italiyaએ આપી પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-13 14:58:52

સવારથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા અંગે ચર્ચાઓ થઈ રહી છે. આપનો છેડો ફાડી તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે નેતા રાજકીય પક્ષમાંથી છૂટા થઈ ભાજપ સાથે જોડાવાની વાત કરે છે ત્યારે મનમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાજપમાં જવાથી નેતાઓ પવિત્ર થઈ જાય છે! નેતાના પાપ ધોવાઈ જાય તેવી ચર્ચાઓ  સામાન્ય રીતે થવા લાગે છે. ત્યારે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આપ ગુજરાતે એક ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ભૂપતભાઈના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા! તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ રાજીનામાને લઈ ટ્વિટ કર્યું છે. એક મીડિયા ચેનલનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કેપ્શન આપ્યું છે કે ભાજપના ઈશારે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

 


ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હું વિસાવદરના લોકોની માફી માગું છું. ઉમેદવાર પસંદ કરવામાં અમારી ભૂલ થઈ છે. પરંતુ મને વિશ્વાસ છે કે વિસાવદરના લોકો આવનાર ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. એનો મને પુરો વિશ્વાસ છે. અમારા ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. ભાજપ આપથી ડરી ગયું છે. ભાજપના નેતાઓને કામ કરવામાં કોઈ રસ નથી. ભાજપ છેલ્લા એક વર્ષથી આપના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે