Congress-AAP ગઠબંધન બાદ Gujarat આવશે Rahul Gandhi, Bharat Jodo Nyay Yatraના રૂટ પરથી જાણો કે કોંગ્રેસનું ફોક્સ કઈ બેઠકો પર વધારે છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-27 09:59:06

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે જેમાં અનેક રાજ્યોની લોકસભા સીટ કવર થઈ જાય. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. 7મી માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર કોંગ્રેસનું વધારે ફોકસ રહ્યું છે.

ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી, Bharat Jodo Nyaya Yatra Rahul

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો ન્યાય યાત્રા

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ આને લઈ કામમાં લાગી ગઈ છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે તે આપણે જાણીએ છીએ. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી તે બાદ હવે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. ભારત જોડો ન્યાય યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. અનેક બેઠકો પરથી આ યાત્રા પસાર થાય તેવી રણનીતિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતમાં આવતી લોકસભા બેઠકો પર કોંગ્રેસ વધારે ધ્યાન આપી રહી છે. 


દક્ષિણ અને મધ્ય ગુજરાતની બેઠકો પર કોંગ્રેસનું ફોક્સ!

મળતી માહિતી અનુસાર ગુજરાતના 7 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની છે. 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશ કરવાની છે અને પાંચ દિવસ આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને ત્યાં આવતી બેઠકો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે આદિવાસી વિસ્તારો પર કોંગ્રેસ ટાર્ગેટ રાખી રહી છે. 


ગઠબંધન થતા ચૈતર વસાવા જોડાઈ શકે છે ભારત જોડો ન્યાય યાત્રામાં!

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. સીટોને લઈ વહેંચણી થઈ ગઈ છે જે અંતર્ગત આપ ભરૂચ તેમજ ભાવનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે કોંગ્રેસ બાકીના 24 સીટો પર  ઉમેદવાર ઉતારશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધન થયા બાદ આપના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આ યાત્રામાં સામેલ થઈ શકે છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે તો ભાજપે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.    

  



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.