ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ બાદ વિશ્વભરના શેરબજારોમાં તરખાટ


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-07 14:42:58

આજે સવારથી જ વિશ્વભરના શેરબજારોમાં જોરદાર ગિરાવટ જોવા મળી છે. કેહવાઈ રહ્યું છે કે , ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી વિશ્વભરની સપ્લાય ચેન પર ખુબ મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સીધી અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી શકે છે. તો હવે ચાઇના પછી યુરોપીઅન યુનિયન અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાડે તેવી સંભાવના છે. વાત કરીએ ઇઝરાયેલની તો , તેણે યુનાઇટેડ કિંગડમના બે સાંસદોને ઇઝરાયેલમાં પ્રવેશતા રોકવામાં આવ્યા છે સાથે જ તેમને ડિટેઇન કરી લેવાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ"ની અસર હવે વિશ્વભરના શેરબજારોમાં દેખાઈ રહી છે. સૌપ્રથમ વાત કરીએ આપણા ભારતીય શેરબજારની તો આજે સેન્સેક્સ ૩૦૦૦થી વધુ ડાઉન ગયો છે. નિફ્ટી ૧૧૦૦ જેટલો ગગડ્યો છે. વાત કરીએ અન્ય દેશોના બજારોની તો ,  જાપાનમાં ૬ ટકા , કોરિયાનું માર્કેટ ૪.૫ ટકા , ચીનનું માર્કેટ ૬.૫ ટકા , હોંગકોંગમાં ૧૦ ટકાથી નીચેની ગિરાવટ છે . આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે જયારે પત્રકારોએ આ વિશે તેમને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે , " તમારો સવાલ જ બોગસ છે. હું કોઈ પણ વસ્તુને ડાઉન કરવામાં માનતો નથી . જોકે કોઈક વાર તમારે સાજા થવા માટે દવા લેવી પડે છે . " 

Vietnam, US firms sign MoUs during Donald Trump's visit - World News | The  Financial Express
એપ્રિલની ૩ જી તારીખ પર ડોનાલ્ડ ટ્રમ્પએ મોટાભાગના દેશો પર રેસિપ્રોકલ એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લગાડ્યા છે. તેની સૌપ્રથમ અસર અમેરિકાના વૉલ સ્ટ્રીટ માર્કેટ પર પડી હતી. કોરોના પછી પ્રથમવાર ડાઉ જોન્સમાં શુક્રવારના રોજ ૨૨૩૧ પોઇન્ટ એટલેકે ૫.૫ ટકા ગિરાવટ જોવા મળી હતી. જોકે ભારતનું વલણ સ્પષ્ટ છે તે કોઈ પણ કાઉન્ટર ટેરિફ અમેરિકા પર નઈ નાખે . ભારતની અમેરિકાની સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારોને લઇને ચર્ચા ચાલુ જ છે. જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે. સંભાવના છે કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ક્વૉડ દેશોની સમિટમાં ભાગ લેવા ભારત આવે ત્યારે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર બેઉ દેશો વચ્ચે હસ્તાક્ષર થઈ શકે છે. વાત કરીએ યુરોપની , યુરોપીઅન યુનિયન અમેરિકા પર ૨૮ બિલિયન ડોલરના કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. અમેરિકા પર આ અગાઉ કેનેડા અને ચાઇનાએ કાઉંટર ટેરિફ લગાડેલા છે. હવે યુરોપીઅન યુનિયન પણ આ કાઉંટર ટેરિફની ક્લબમાં શામિલ થઇ ગયું છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનના ૨૭ દેશો પર અમેરિકાએ ૩જી એપ્રિલના રોજ ૨૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાડેલા છે.  બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને યુરોપ ખુબ મહત્વના ભાગીદાર છે. આટલુંજ નહિ ગયિકાલે જ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ઈલોન મસ્કે અમેરિકા અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ ઝોનની વાત કરી હતી એટલે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા અલગ સુર અપનાવ્યો છે. 

Member state of the European Union - Wikipedia

હવે વાત કરીએ યુનાઇટેડ કિંગ્ડમ અને ઇઝરાયલની તો , આ બેઉ દેશો વચ્ચે રાજદ્વારી સબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટી અને તેના બે સાંસદ યુઆન યાન્ગ અને અબત્તિસમ મોહમ્મદ , આ બેઉ જણ પાર્લિયામેંટ્રી ડેલિગેશનના ભાગ રૂપે ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા . પણ આ બેઉ બ્રિટિશ લેબર સાંસદોને ઇઝરાયેલમાં પ્રવેશ નહોતો અપાયો અને આ સાથે જ તેમને ડિટેન કરીને બ્રિટન પાછા ડિપોર્ટ કરી દેવાયા છે. જોકે ઇઝરાયેલ તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી કે આ બેઉ સાંસદો હેટ સ્પીચ ફેલાવવા માંગતા હતા . આપને જણાવી દયિકે હાલમાં વર્તમાન બ્રિટિશ સરકાર ગાઝામાં સીઝફાયર ઈચ્છે છે . એટલે , ઇઝરાયલ આ બાબતે સહેમત ના હોઈ શકે . 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.