ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ AMC એક્શનમાં, રખડતા ઢોર, રસ્તા અને પાર્કિગની સમસ્યા મામલે રજુ કર્યો એક્શન ટેકન રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-11-06 16:50:41

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ લોકોની સમસ્યાને હાઈકોર્ટે સાંભળી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. જો કે તેમ છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટે ફરી એક વખત ફટકાર લગાવી હતી. આખરે મ્યુનિસિપલ તંત્ર આળસ ખંખેરી કામે લાગ્યું હતું. AMC તંત્રએ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મુદ્દે કરેલી કાર્યવાહીનો એક્શન ટેકન રિપોર્ટ આજે હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં છેલ્લા બે મહિના દરમિયાન કરાયેલી કાર્યવાહીનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે શહેરમાં રખડતા ઢોર ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, બિસ્માર રસ્તા સહિતના મુદ્દે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે 10 દિવસનો સમય આપ્યો હતો.


4,671 રખડતા ઢોર પકડવામાં આવ્યા


અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગની સમસ્યા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા બે મહિનામાં  AMCએ  4,671 રખડતા ઢોર પકડીને ડબ્બે પુર્યા છે. તે જ પ્રકારે ઢોર માલિકો પાસેથી પેનલ્ટીરૂપે રૂ. 34 લાખ વસુલવામાં આવ્યા છે. AMC દ્વારા 3,892 પશુઓના RFID ટેગિંગની કામગીરી કરવામાં આવી છે. બિસ્માર રોડ મામલે 7 ઝોન અને રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે છેલ્લા બે મહિનામાં 29,390 થી વધુ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો. માઈક્રો સરફેસિંગની કામગીરીમાં છેલ્લા બે મહિનામાં 1,096 મેટ્રિક ટનથી વધુની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર રોડ પર હોય અને ટ્રાફિકને અડચણ કરતી હોય તેમાં 7 ઝોનમાં 3,340 લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા, 11,314 ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. AMCએ રજુ કરેલા એક્શન ટેકન રિપોર્ટમાં આ અંગે વિશદ જાણકારી આપવામાં આવી છે. 


કાલે થશે સુનાવણી


અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્ક થયેલા 794 વાહનો ટોઈંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય નાના-મોટા 18686 દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે. જેમાં વહીવટી ખર્ચ પેટે 64 લાખ 75 હજારથી વધુની રકમનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં જોઈન્ટ ઇન્ફોર્સમેન્ટ ની ટીમે (JET) 5818 કેસો દાખલ કર્યા છે જેમાં વહીવટી ચાર્જ પેટે 55 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ વાળું 2300 સ્ક્વેર ફૂટ થી વધુનું દબાણ દૂર કરી પાર્કિંગ માટે જગ્યા ખોલાઈ હોવાની જાણ પણ કોર્ટને કરાઈ છે. હાઈકોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે AMC કમિશનર સહિત તમામ જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશો આપ્યા હતા જેમાં AMC કમિશનર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા જેમણે કાર્યવાહી માટે અંતિમ તક માંગી હતી અને સંબધિત કેસની સુનાવણી થોડા સમય માટે મુલતવી રાખી હતી જે બાદ હવે આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે