Kadi બાદ હવે Vadodara ભાજપમાં ડખા! ત્યાં Ranjan Bhatt સામે Jyoti Pandya! વડોદરાના પૂર્વ મેયરને કરાયા સસ્પેન્ડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 17:50:33

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારત દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એવું માનવામાં આવતું હતું કે વડોદરાના સાંસદ રંજન ભટ્ટને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ઉભરીને બહાર આવ્યો છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાનાં હતાં. પ્રેસ કોન્ફરન્સ થાય તે પહેલા જ પાર્ટીએ એ પહેલાં જ 4.30 વાગ્યે તાત્કાલિક ધોરણે તેમની હકાલપટ્ટી કરી. વડોદરાના પૂર્વ મેયર અને હાલ રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપપ્રમુખ જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


વડોદરાના પૂર્વ મેયરને ભાજપ દ્વારા કરાયા સસ્પેન્ડ!

ભાજપ માટે કહેવામાં આવતું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તામાં હોય છે. પરંતુ પાર્ટીમાં ચાલતા વિખવાદ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સામે આવી રહ્યા છે. ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તે બાદ આજે વડોદરાના પૂર્વ મેયરનું દર્દ છલકાયું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા માટે ગઈકાલે જ પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે જે બાદ પાર્ટીના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરા બેઠક પરથી ટિકીટ માંગનાર જ્યોતિ પંડ્યાને પાર્ટીએ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યોતિ પંડ્યા રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ હતા. તેમજ તે ગુજરાત મહિલા મોર્ચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 


રંજનબેનને ટિકીટ અપાતા જ્યોતિ પંડ્યા થયા હતા નારાજ!

વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ ઉમેદવારી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રંજનભટ્ટ અને જ્યોતિ પંડ્યા વચ્ચે વિરોધ જોવા મળી રહ્યો છે. નિવેદન આપતા પૂર્વ મેયરે કહ્યું કે  મારા સ્વભાવના વિરૂદ્ધ જઈને આ કામ કરી રહી છું. મારી વાત મોવડી મંડળ સુધી પહોંચાડવી છે. જ્યારે વડોદરા બેઠક પરથી રંજનબેનની પાર્ટીને ત્રીજીવાર અનિવાર્યતા લાગી રહી છે.  મહત્વનું છે કે ગઈકાલે નીતિન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈ ચર્ચાઓ શાંત નથી થઈ. નીતિન પટેલના નિવેદન બાદ ધારાસભ્ય કરસનકાકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. કાલે કાકા Vs કાકાનો જંગ જોવા મળ્યો હતો ત્યારે આજે બેન Vs બેનનો જંગ જોવા મળ્યો છે. 





96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.