નેપાળમાં ફરી એકવાર "રાજાશાહી" માટે માંગણી થઈ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-18 19:19:06

૧૭૮૯ - ૧૭૯૯ આ દસ વર્ષ દરમ્યાન ફ્રાન્સમાં ક્રાંતિ થઇ . ફ્રાન્સની ક્રાંતિ એ લોકતંત્રની માતા કહેવાય છે. એટલેકે , ત્યાર પછીની સદીઓમાં મોટા ભાગના દેશોએ રાજા શાહીને ઠુકરાવી દીધી છે . લોકતાંત્રિક વ્યવસ્થાને ગળે લગાડી છે . ભારતના પાડોશી દેશ નેપાળે ૨૦૦૬માં તેની રાજાશાહીને ઉખાડીને "લોકતંત્રને" ગળે લગાડ્યું. પણ જાણે હવે રવિવારે જે ઘટના બની ત્યાબાદ એવું લાગી રહ્યું છે કે , નેપાળમાં ફરી એક વાર રાજાશાહી આવી શકે છે . ગત રવિવારના રોજ નેપાળના રાજા જ્ઞાનેન્દ્ર શાહ પોખરા જે નેપાળમાં આવેલું છે ત્યાંથી રાજધાની કાઠમંડુ પાછા ફર્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમનું અભિવાદન કરવા કાઠમંડુ એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. હિમાલયના પર્વતોનો દેશ એટલે નેપાળ . એક તરફ ભારત તો બીજી તરફ ચાઈનાથી આ દેશ ઘેરાયેલો છે . રવિવારના દિવસે જે રીતે નેપાળની રાજધાની કાઠમંડુમાં ત્યાંના રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સન્માન થયું તે રીતે એવું લાગે છે કે રાજાશાહી ફરી એકવાર નેપાળમાં પરત ફરી શકે છે . રાજા જ્ઞાનેન્દ્ર શાહ પોખરાથી જયારે કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લગભગ ૧૦,૦૦૦ લોકો તેમના સ્વાગતમાં આવ્યા હતા. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટીના હોદ્દેદારો પણ આ સ્વાગતમાં પહોંચ્યા હતા . રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટી એ નેપાળના રાજાશાહીની સમર્થક મનાય છે . આ પછી રાજા જ્ઞાનેન્દ્ર શાહની કાઠમંડુ એરપોર્ટથી તેમના નિર્મલ નિવાસ જે કાઠમંડુના  બહારના વિસ્તારમાં આવેલું છે ત્યાં સુધી ખુબ મોટી બાઈક રેલી યોજાઈ હતી . આ બાઇક રેલીમાં જોડાયેલા લોકો પાસે હાથમાં બેનર હતા જેમાં લખવામાં આવ્યું હતું , "અમે અમારા રાજા પાછા ઇચ્છીએ છીએ." "હાલની લોક્ત્રંત્રની આ વ્યવસ્થા રદ કરો અને રાજાશાહી ફરી એકવાર લાગુ કરો." 

Why Nepal is seeing a churn for Hindu monarchy - India Today

રાજા જ્ઞાનેન્દ્ર શાહના આ સમર્થકો ન માત્ર રાજાશાહીની માંગણી કરી રહ્યા હતા પણ નેપાળને "હિન્દૂ રાષ્ટ્ર" જાહેર કરોની માંગણી કરી રહ્યા હતા . રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમથકોમાં મોટા ભાગના યુવાનો હતા . કાઠમંડુ એરપોર્ટ પર ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પણ જોવા મળ્યા હતા કેમ કે , યોગી આદિત્યનાથ નેપાળમાં રાજાશાહીના સમર્થક ગણાય છે . લગભગ ખુબ મોટી સંખ્યામાં પોલીસ નારાયણહીતી પેલેસ કે જે રાજપરિવારનું સત્તાવાર નિવાસસ્થાન હતું ત્યાં ખડકી દેવાઈ હતી . બધાને એમ કે , રાજા જ્ઞાનેન્દ્ર શાહ તેમાં પ્રવેશ કરશે પરંતુ એવું ના થયું અને રાજા સીધા જ તેમના નિર્મલ નિવાસ તરફ કૂચ કરી ગયા હતા . નેપાળના સ્થાનિક ન્યૂઝપેપરો પ્રમાણે , રાજા જ્ઞાનેન્દ્રને આ રોડ શો દરમ્યાન ૫ કિલોમીટરનું અંતર કાપતા લગભગ અઢી કલાકનો સમય થયો હતો . રાજા જ્ઞાનેન્દ્રના ઘણા સમર્થકોએ કેપી ઓલીની વિરુદ્ધમાં નારા ઉચ્ચાર્યા હતા . 

Why Yogi Adityanath's photo at rally for former King Gyanendra Shah has  angered Nepal – Firstpost

વાત કરીએ વર્તમાન રાજા જ્ઞાનેન્દ્રની તેઓ ૨૦૦૨માં રાજા બન્યા હતા કેમ કે , તેમના મોટા ભાઈ બિરેન્દ્ર બિર બીકરમ શાહ અને તેમના પરિવારની રોયલ પેલેસમાં હત્યા કરાઈ હતી. આ પછી રાજા જ્ઞાનેન્દ્ર શાહે ૨૦૦૫ સુધી જ્યાં સુધી રાજાશાહી રહી ત્યાં સુધી રાજ કર્યું . રાજા જ્ઞાનેન્દ્ર શાહનું રાજ ખુબ જ ક્રૂર હતું કેમ કે , તેમના સમયમાં પત્રકારો અને નેતાઓને જેલ કરવામાં આવી . નેપાળમાં કટોકટી લાગુ થઇ . આર્મીને છૂટો દોર આપી દેવામાં આવ્યો . 

King Gyanendra Bir Bikram Shah - An Encyclopedia of Nepali History

નેપાળમાં ૧૯૯૦ સુધી નેપાળમાં રાજકીય પક્ષોની સ્થાપના પર પ્રતિબંધ હતો . આ પછી નેપાળમાં ૧૦ વર્ષ સુધી માઓઇસ્ટ દ્વારા   ગૃહ યુદ્ધ ચલાવવામાં આવ્યું .  હજારો લોકોએ જીવ ગુમાવવા પડ્યા. તે પછી નેપાળમાં ૨૦૦૮માં રાજાશાહીને ઉખાડી ફેંકાઈ . નેપાળમાં આ શાહ રાજાઓ વિષ્ણુ ભગવાનનો અવતાર મનાય છે . માટે જ આ રાજા જ્ઞાનેન્દ્ર શાહ હિન્દૂ લોકોમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે . વાત કરીએ કેમ હાલમાં લોકો ફરી એકવાર રાજાશાહીને પછી લાવવાની વાત કરી રહ્યા છે . જ્યારથી ૨૦૦૮માં નેપાળમાં રાજાશાહી ગઈ છે ત્યારથી લઇને ૨૦૨૪ સુધી લગભગ ૧૩ સરકારો આવી ચુકી છે પણ આ તમામ સરકારો ટૂંકા ગાળાની હતી . તેના કારણે નેપાળમાં રાજકીય સ્થિરતા નથી . જેના કારણે ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે અને નેપાળનું અર્થતંત્ર ખાળે ગયું છે. સામાન્ય જનતા મોટા પ્રમાણમાં બેરોજગારી અને મોંઘવારીનો સામનો કરી રહી છે . હવે માટે જ લોકોનો ફરી એકવાર રાજાશાહી પ્રત્યે ઝુકાવ વધ્યો છે સાથે જ હાલની કેપી શર્મા ઓલીની સરકારની વિરુદ્ધમાં પણ ખુબ નારાજગી છે . રાજા જ્ઞાનેન્દ્ર શાહ પાસે એક બીજો રસ્તો એ પણ છે કે તે ચૂંટણી લડે. તેઓ રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટી જે રાજાશાહી તરફી કહેવાય છે ત્યાંથી ચૂંટણી લડી શકે છે . નેપાળમાં ૨૦૨૭માં ચૂંટણીઓ યોજાશે . 

Nepal's Oli signs Belt and Road deal with China amid debt fears and India  tensions | South China Morning Post

વાત કરીએ ભારતની , ભારત માટે ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે , ત્યાં ચાઇનાનું પ્રભુત્વ જોરદાર રીતે વધ્યું છે . જ્યારથી ૨૦૧૫માં નેપાળ બ્લોકેજ ભારતએ કર્યું ત્યારથી ત્યાંના લોકોમાં ભારત પ્રત્યે નારાજગી છે જોકે નેપાળમાં ભારત મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપી રહ્યું છે . તો હવે જોઈએ રાજા જ્ઞાનેન્દ્ર સત્તા મેળવવામાં કેટલા સફળ થાય છે?



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.